ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મેયર ચૂંટણી પરિણામને લઈને AAP હાઈકોર્ટ પહોંચી, ભાજપ પર લગાવ્યો વૉટ ચોરીનો આરોપ

ચંદીગઢ (પંજાબ), 30 જાન્યુઆરી: ચંદીગઢ મેયરની ચૂંટણીમાં AAP-કોંગ્રેસના ઉમેદવાર હારી જતા વિધાનસભા હોલમાં હાઈ વૉલ્ટેજ ડ્રામા થયો હતો. આમ આદમી પાર્ટીએ ભાજપ પર આક્ષેપ કર્યા અને હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. AAPના કુલદીપ કુમારના 12 મતની સરખામણીમાં સોનકરને 16 મત મળ્યા, જ્યારે આઠ મત અમાન્ય જાહેર થયા. આ પરિણામોની જાહેરાત પછી AAP અને કોંગ્રેસના કાઉન્સિલરોએ તરત જ ભાજપ પર અપ્રમાણિકતાનો આરોપ લગાવીને વિરોધ શરૂ કર્યો હતો.

આમ આદમી પાર્ટી હાઈકોર્ટ પહોંચી

AAPએ હાઈકોર્ટમાં અરજી કરી છે, જ્યાં પંજાબના એડવોકેટ જનરલ ગુરમિન્દર સિંઘે કુમારની અરજીને તાત્કાલિક સુનાવણી માટે રિફર કરી છે. સિંઘે જણાવ્યું હતું કે કોઈપણ કારણ આપ્યા વિના આઠ મતોને અમાન્ય જાહેર કરાયા હતા અને ચૂંટણીના રેકોર્ડને સીલ કરવાની માંગ કરાઈ હતી. હાઈકોર્ટ આ મામલે બુધવારે સુનાવણી કરશે. મ્યુનિસિપલ સત્તાવાળાઓ કે અનિલ મસીહે હજુ સુધી આ આરોપો અંગે કોઈ સ્પષ્ટતા આપી નથી.

ભાજપે વોટની ચોરી કરી છે- કેજરીવાલ

મેયર ચૂંટણીમાં હાર બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપે વોટ ચોર્યા છે. તેમણે કહ્યું કે 36માંથી આઠ મત રદ થયા છે. સીએમએ ભાજપ પર ચૂંટણીમાં ગુંડાગીરી અને અપ્રમાણિકતાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ચૂંટણી પહેલા સ્થાનિક પ્રશાસને ત્યાં મીડિયાના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. ભાજપે 16 મતોથી વિજય મેળવ્યો હતો અને ગઠબંધનના આઠ મત રદ થયા હતા.

ભગવંત માને  ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ચંદીગઢમાં લોકશાહીને લૂંટાઈ છે. આજનો દિવસ દેશની લોકશાહીમાં કાળા અક્ષરે લખાશે. સીએમ માને કહ્યું કે આજે મેયરને સીટ પર મૂકવામાં આવ્યા, જીત્યા નથી. ભગવંત માને કહ્યું કે આ રાષ્ટ્રીય મુદ્દો છે. આ દેશની વાત છે. કમનસીબે, આ એ જ મહિનો છે જ્યારે આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો હતો.

AAP પાર્ટીએ કહ્યું કે, સૌથી પહેલા આ ચૂંટણી 18મીએ થવાની હતી પરંતુ અનિલ મસીહને બીમાર કરવામાં આવ્યા છે, આ વ્યક્તિ પર દેશદ્રોહનો આરોપ લગાવવો જોઈએ. ગત વખતે પણ એજન્ટોને બોલાવાયા હતા, આ વખતે પણ એજન્ટોને બોલાવાયા નથી. આ મુદ્દાને લઈને અમે કોર્ટમાં જઈશું ત્યારે ખબર પડશે કે કેવી રમત રમાઈ છે. આપ એ વધુમાં આક્ષેપ કર્યો કે કાઉન્ટિંગ એજન્ટની સહી વિના તેને છુપાવી શકાય નહીં અને એજન્ટો વિના બેલેટ પેપર જોવા માટે આ લોકો હોય છે કોણ. ચંદીગઢના મેયરને આજે સીટ પર બેસાડવામાં આવ્યા છે, તેઓ ચૂંટાયા નથી.

AAPના મેયર ઉમેદવાર રડી પડ્યા

મેયરની ચૂંટણીમાં આપના ઉમેદવાર કુલદીપ કુમારને 12 મત મળતા હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે તેઓ નિરાશ થઈને રડી પડ્યા હતા. AAP અને કોંગ્રેસના ઉમેદવારોએ તેમને ચૂપ કરાવ્યા હતા. કુલદીપ કુમારે અશ્રુ ભીની આંખે કહ્યું કે, અમારી જોડે બેઈમાની થઈ છે. આ લોકતંત્રની હત્યા છે.

આ પણ વાંચો: ચંદીગઢ મેયરની ચૂંટણીમાં મોટો ઉલટફેર : ભાજપ 16 મતોથી જીત્યું, 20 મતોવાળું ઈન્ડિ ધ્વસ્ત

Back to top button