ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

AAP પાર્ટીએ દિલ્હીમાં હાઈકોર્ટને ફાળવાયેલી જમીન ઉપર ઑફિસ બાંધી દીધી

Text To Speech
  • દિલ્હી હાઈકોર્ટની જમીન પર AAPના અતિક્રમણથી સુપ્રીમ કોર્ટ હૈરાન
  • રાઉઝ એવન્યુ ખાતે આમ આદમી પાર્ટીની ઓફિસ કબજે કરેલી જમીન પર બનેલી

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી: દિલ્હીના રાઉઝ એવન્યુ ખાતે આવેલી આમ આદમી પાર્ટીની ઓફિસ કબજે કરેલી જમીન પર બનેલી છે. આ સમયે સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટને ફાળવવામાં આવેલી જમીન પર કરવામાં આવેલા અતિક્રમણ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. CJI DY ચંદ્રચુડે દિલ્હી સરકાર તરફથી હાજર રહેલા વકીલને ચેતવણી આપી હતી કે, “સુપ્રીમ કોર્ટ કોઈને પણ કાયદો પોતાના હાથમાં લેવાની મંજૂરી નહીં આપે. કોઈ પણ વ્યક્તિ કાયદો પોતાના હાથમાં લઈ શકે નહીં.”

 

સુપ્રીમ કોર્ટે AAP પર નારાજગી વ્યક્ત કરી

સુપ્રીમ કોર્ટે મંગળવારે નારાજગી વ્યક્ત કરી હતી કે, “દિલ્હીમાં રાઉઝ એવન્યુ ખાતે સ્થિત આમ આદમી પાર્ટી (AAP)ની રાજકીય ઓફિસ અતિક્રમણવાળી જમીન પર બનાવવામાં આવી છે, જે મૂળરૂપે દિલ્હી હાઈકોર્ટને ફાળવવામાં આવી હતી.” સુપ્રીમ કોર્ટે દેશભરમાં ન્યાયિક માળખાને લગતા કેસની કાર્યવાહી કરતી વખતે આ મુદ્દાની નોંધ લીધી હતી.

હાઇકોર્ટની આ જમીન પર 2016થી આમ આદમી પાર્ટીનું નિયંત્રણ

CJI ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચને મંગળવારે એમિકસ ક્યુરી પરમેશ્વર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દિલ્હી હાઈકોર્ટના અધિકારીઓ કેટલીક ફાળવવામાં આવેલી જમીનનો કબજો લેવા ગયા હતા. પરંતુ ત્યાં રાજકીય પક્ષની ઓફિસ બનાવવામાં આવી હતી અને તેઓ જમીન પરત મેળવી શક્યા ન હતા. દિલ્હી સરકારના કાયદા સચિવ ભરત પરાશરે પણ કોર્ટને કહ્યું કે, આ જમીન 2016થી આમ આદમી પાર્ટી પાસે છે.

આ પણ જુઓ: દિલ્હીમાં લોકસભાની ચૂંટણીમાં AAPએ કોંગ્રેસને માત્ર એક સીટ આપવાની ઓફર કરી

Back to top button