ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

AAP: એક થી કોંગ્રેસ. Congress: એક થા જોકર, INDIમાં જામી રહ્યો છે કલહ

Text To Speech
  • INDI ગઠબંધનના બે મુખ્ય પક્ષો કોંગ્રેસ અને AAP વચ્ચે અણબનાવ વધ્યો
  • ભોજપુરીમાં “એક થા જોકર” નામની એક ફિલ્મ છે, તમે તે જોઈ જ હશે? : કોંગ્રેસ નેતા

ચંદીગઢ, 2 જાન્યુઆરી : INDI ગઠબંધનના બે મુખ્ય પક્ષો કોંગ્રેસ અને AAP વચ્ચે આંતરકલહ વધી રહ્યો છે. પંજાબમાં સીટ વહેંચણીને લઈને બંને પક્ષો વચ્ચે પહેલેથી જ વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે હવે બંને પક્ષોના નેતાઓ વચ્ચે શબ્દયુદ્ધ વધુ તેજ થઈ ગયું છે. એક તરફ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ‘એક થી કોંગ્રેસ’ કહીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા, તો હવે કોંગ્રેસના નેતા પવન ખેડા પણ આ શબ્દયુદ્ધમાં કૂદી પડ્યા છે અને તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે ભોજપુરીમાં “એક થા જોકર”નામની એક ફિલ્મ છે, તમે તે જોઈ જ હશે?


પવન ખેડાએ ટ્વિટ કરીને પંજાબના મુખ્યમંત્રી કર્યા પ્રહાર 

કોંગ્રેસના નેતા પવન ખેડાએ ટ્વિટર પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નિવેદન ‘એક થી કોંગ્રેસ’ અંગે પોસ્ટ કરી છે. તેમણે લખ્યું છે કે AAP અને મોદીજીના વિચારો કેટલા સમાન છે!! આ બંને કોંગ્રેસ મુક્ત ભારતનું સ્વપ્ન જુએ છે. એક ભોજપુરી ફિલ્મનું નામ ‘એક થા જોકર’ છે. તમે તે જોઈ જ હશે? હવે પવન ખેડાના આ ટ્વીટ બાદ પંજાબમાં કોંગ્રેસ અને AAP વચ્ચે જે અણબનાવ હતો તે ખતમ થવાને બદલે વધુ વણસ્યો છે.

ભગવંત માને કોંગ્રેસને લઈને આપ્યું હતું નિવેદન

ઉલ્લેખનીય છે કે, AAPના નેતા અને પંજાબના મુખયમંત્રી ભગવંત માને તાજેતરમાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે “પંજાબ અને દિલ્હીમાં માતાઓ તેમના બાળકોને વિશ્વની સૌથી ટૂંકી વાર્તા ‘એક થી કોંગ્રેસ’ કહી શકે છે.” હવે પવન ખેડાનું ટ્વીટ તેમના આ જ નિવેદનને લઈને કરવામાં આવ્યું છે. તેમ છતાં, જ્યારે ભગવંત માનને INDI ગઠબંધન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, “હજુ સુધી આ અંગે કોઈ ચર્ચા થઈ નથી. આ અંગે આગામી ગઠબંધનની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.”

આ પણ જુઓ :કોંગ્રેસનો આક્ષેપઃ ગુજરાતમાં 17.35 લાખ પુરૂષો અને 1.85 લાખ મહિલાઓમાં ડ્રગ્સનું બંધાણ

Back to top button