ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજ્યસભાની ચૂંટણીઃ આમ આદમી પાર્ટીએ કોના નામ પર મારી મહોર?

Text To Speech

દેશના 15 રાજ્યોમાં રાજ્યસભા ચૂંટણીને લઇને ગતિવિધિઓ તેજ છે. પંજાબમાં રાજ્યસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ બે નામ પર મહોર મારી છે. પાર્ટીએ પદ્મશ્રી સંત સીચેવાલ અને પદ્મશ્રી વિક્રમજીત સિંહ સાહનીના નામ ફાઈનલ કર્યા છે.

CM ભગવંત માને કર્યું ટ્વીટ
પંજાબના મુખ્યમંત્રી ભગવત માને ટ્વીટ કરી કહ્યું કે ‘મને તમને જણાવવા આનંદ થાય છે કે “આમ આદમી બે પદ્મ વિભૂષણ શ્રી પુરસ્કાર વિજેતાઓને રાજ્ય સભાના સભ્યના રૂપમાં નામિત કરી રહ્યા છે. એક પર્યાવરણ પ્રેમી પદ્મ શ્રી સંત બલબીર સિંહ સીચેવાલ, બીજા પદ્મ શ્રી વિક્રમજીત સિંહ સાહની પંજાબી સંસ્કૃતિ સાથે સંબંધિત છે… બંનેને મારી શુભેચ્છાઓ. ‘તમને જણાવી દઇએ કે અંબિકા સોની (કોંગ્રેસ) અને બલવિંદર સિંહ ભુંદર (શિરોમણી અકાલી દળ) ના રાજ્ય સભા સભ્યોઓ કાર્યકાળ 4 જુલાઇએ સમાપ્ત થઇ રહ્યો છે.”

સંત બલબીર સિંહ સીચેવાલ નદીઓમાં વધતા જતા પ્રદૂષણને રોકવા માટે જાણિતા છે. બાબા સીચેવાલ અને ECO નામથી તે ખૂબ જાણીતા છે. બાબા સીચેવાલને સુલ્તાનપુર લોધીમાં 160 કિલોમીટર લાંબી કાલીબેન નદીની સફાઈનો શ્રેય આપવામાં આવે છે. તેમણે 2007માં કાલી બેન નદીની સફાઈ શરૂ કરી હતી. જલંધરના ખેડૂત પરિવારમાં જન્મેલા બાબા સીચેવાલ ઘણા વર્ષોથી નદીઓમાં વધતા જતા પ્રદૂષણને રોકવા માટે ચળવળ ચલાવી રહ્યા છે. 2017 માં બાબા સીચેવાલના મહત્વપૂર્ણ યોગદાન માટે પદ્મશ્રી સન્માન આપવામાં આવ્યું હતું.

વિક્રમજીત સાહની વર્ષોથી સમાજ કલ્યાણના કામો સાથે જોડાયેલા છે. તેમણે શિક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. વિક્રમજીત સાહનીને મોરીશસના રાષ્ટ્રપતિ, આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. વિશ્વ પંજાબી સંસદીય મંચનું ગઠન કરી દુનિયાભરમાં તેમણે પંજાબી સંસ્કૃતિનો પ્રચાર કર્યો. તેમણે ‘બોલે સો નિહાલ’, ‘ગુરૂ માન્યો ગ્રંથ’ અને ‘સરબંસદાની’ જેવા ઘણા કાર્યક્રમ કરાવ્યા છે. વિક્રમજીત સિંહે હજારો પંજાબી વિદ્યાર્થી માટે સ્કોલરશીપ પુરી પાડી છે. વર્લ્ડ પંજાબી ઓર્ગેનાઇઝેશનના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રહેતા 22થી વધુ દેશોમાં પંજાબના સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. વિક્રમજીત સાહનીએ 500થી વધુ અફઘાન હિંદુઓ અને શીખોના પુનર્વસનની જવાબદારી લીધી. કોરોના કાળમાં તેમણે પંજાબના ગામોમાં કોરોના ટેસ્ટીંગ ક્લિનિક, એમ્બુલન્સ તેમજ ઓક્સિજન સિલિન્ડરની મદદ પુરી પાડી હતી.

Back to top button