ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

AAP ધારાસભ્યને ડૉક્ટરને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા

Text To Speech

નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી : દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દક્ષિણ દિલ્હીના એક ડૉક્ટરની આત્મહત્યાના સંબંધીત કેસમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પ્રકાશ જરવાલ અને અન્ય લોકોને ડૉક્ટરને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ દોષિત ઠેરવ્યા છે. AAP ધારાસભ્ય પ્રકાશ જરવાલને IPCની કલમ 306 અને 120B હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે. 2021 માં કોર્ટે IPC કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરવું), 120-B (ગુનાહિત ષડયંત્ર માટે સજા) અને IPCની અન્ય જોગવાઈઓ હેઠળ આરોપો નક્કી કર્યા હતા.

સ્પેશિયલ ન્યાયાધીશ એમ.કે. નાગપાલની કોર્ટે આ ચુકાદો આપ્યો છે. નવેમ્બર 2021માં કોર્ટે જરવાલ સામે આરોપો નક્કી કર્યા હતા. કોર્ટના નિર્ણય સાથે અસંમતિ વ્યક્ત કરતા જરવાલે કહ્યું હતું કે તે તેને હાઈકોર્ટમાં પડકારશે.

18 એપ્રિલે ડોક્ટરે આત્મહત્યા કરી હતી

મૃતક ડૉક્ટર, ડૉ. રાજેન્દ્ર સિંહ દક્ષિણ દિલ્હીના દેવલી પડોશના રહેવાસી હતા અને તેમણે 18મી એપ્રિલે આત્મહત્યા કરી લીધી હતી. તેની સુસાઈડ નોટમાં તેણે પ્રકાશ જરવાલ અને તેના સહયોગી કપિલ નાગર પર ઉત્પીડનનો આરોપ મૂક્યો હતો અને આ અંતિમ પગલું ભરવાના નિર્ણય માટે તેમને જવાબદાર ઠેરવ્યા હતા. પરિણામે, પોલીસે આ મામલે AAP ધારાસભ્ય અને તેના સહયોગી અને અન્ય લોકો સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, સ્થળ પર પહોંચીને જાણવા મળ્યું કે રાજેન્દ્ર સિંહે તેના ઘરની છત પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી. સ્થળ પરથી મળેલી સુસાઈડ નોટમાં ડૉક્ટરે ધારાસભ્ય દ્વારા ઉત્પીડન અને છેડતીનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો : મોરબી જિલ્લાના 34,400 ઘરોની છત પર થશે વીજ ઉત્પાદન

Back to top button