ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

AAPના ધારાસભ્યને વિધાનસભા ગૃહમાંથી કેમ કાઢી મુકવામાં આવ્યા?

Text To Speech

ગાંધીનગર, તા. 18 માર્ચ, 2025: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ જમીન માપણીના વિરોધમાં સ્ટીકર લગાવેલું ટી શર્ટ પહેરીને આવ્યા હતા. જેને દૂર કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ તેમણે દૂર ન કરતાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આપના ધારાસભ્ય હેમંત ખવા ગૃહમાં ખોટી જમીન માપણી રદ્દ કરો તેવું સ્લોગન લખેલું ટી શર્ટ પહેરીને આવ્યા હતા. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમને ગૃહમાં આ પ્રકારના વિરોધને મંજૂરી નથી તેમ કહ્યું હતું. ધારાસભ્યએ તેઓ માત્ર ભાજપ સરકારનું ખેડૂતોના પ્રશ્ને ધ્યાન ખેંચવા માગે છે તેમ જણાવ્યું હતું.

પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ચૌધરીને ટી શર્ટ બદલવા અથવા ગૃહ છોડી દેવા કહ્યું હતું. જે બાદ હેમંત ખવાએ ખોટી જમીન માપણી રદ્દ કરો તેવો સૂત્રોચ્ચાર કર્યો હતો અને કહ્યું હું વિરોધ કરી રહ્યો નથી. હું ફક્ત સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરી રહ્યો છું. જામનગર જિલ્લાની જામજોધપુર બેઠકનું પ્રતિનિધિત્વ કરતા આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ દલીલો ચાલુ રાખી અને ગૃહ છોડવાનો ઇનકાર કર્યો હતો. જેના પગલે સ્પીકરે માર્શલ્સને સન્માન સાથે તેમને બહાર કાઢવા કહ્યું હતું.

પત્રકારો સાથેની વાતચીતમાં હેમંત ખવાએ જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષથી ખોટી જમીન માપણીનો મુદ્દો ખેડૂતો માટે માથાનો દુખાવો બન્યો છે. આ મુદ્દે તેમણે 25,000થી વધુ અરજીઓ કરાવી છે. 500થી વધુ બાઈક સાથે 100 કિલોમીટરની રેલી યોજી છે. ખવાએ કેટલાક ચોંકાવનારા કિસ્સાઓનો ઉલ્લેખ કર્યો. ભૂલભરેલી જમીન માપણીના કારણે ખેડૂતોમાં ભાઈ-ભાઈ વચ્ચે વેરઝેર ઊભા થયા છે.

આ પણ વાંચોઃ આયુષ્માન કાર્ડ ખોવાઈ ગયું હોય તો પણ મળશે ફ્રી સારવાર, જાણો શું કરવું પડશે

Back to top button