ગુજરાતમધ્ય ગુજરાત

દેડિયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા 48 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા

Text To Speech

નર્મદા, 1 ફેબ્રુઆરી 2024, દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની વનકર્મીને માર મારવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કોર્ટમાં જામીન અરજી કરતાં કોર્ટે શરતી જામીન મંજુર કર્યા હતાં. આજે તેઓ 48 દિવસના જેલવાસ બાદ જેલની બહાર આવતાં તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાની શાંતિ ના ડહોળાય એ માટે નર્મદા પોલીસ એલર્ટ થઇ સુરક્ષા વધારી દીધી છે.

નર્મદા પોલીસે એલર્ટ થઇ સુરક્ષા વધારી દીધી
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આજે જેલમાંથી બહાર આવ્યા છે. તેઓ જ્યારે જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમની પત્ની વર્ષા વસાવા તેમના બાળકોને લઈને પહોંચ્યા હતા. આ દરમિયાન ઈશુદાન ગઢવી પણ તેમના સ્વાગત માટે પહોંચ્યા હતા. શરતી જામીન પર મુક્ત થયા હોય તેમને કાયદાના નિયમ પ્રમાણે જેલમાંથી છૂટી અમુક કલાક બાદ હદપાર જવાનું હોય છે. કાર્યકરોએ મોવી ચોકડી ખાતે જાહેર સ્વાગત કાર્યક્રમ રાખ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી છૂટવાના હોવાથી તેમના સર્મથકો ટોળે ના વળે અને જિલ્લાની શાંતિ ના ડહોળાય એ માટે નર્મદા પોલીસે એલર્ટ થઇ સુરક્ષા વધારી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

ચૈતર વસાવાને 22 જાન્યુઆરીએ જામીન મળ્યા હતાં
દેડીયાપાડા વન કર્મીઓને ધમકાવી 60 હજાર રૂપિયા પડાવી લેવાના ગુનામાં ધારાસભ્ય સહિત 9 આરોપીને જામીન મળી ગયાં છે જયારે 3 ને હજી જામીન મળ્યાં નથી. ચૈતર વસાવાની બીજી પત્ની શકુતંલા સહિત 3 આરોપીની જામીન અરજી રાજપીપળા સેશન્સ કોર્ટમાં દાખલ કરવામા આવી હતી જેની પર આજે સુનાવણી થશે. જોકે ચૈતર વસાવાને 22 જાન્યુઆરીના રોજ જામીન મળી ચૂકયા હતા પરંતુ તેમને પત્નીની સાથે જ જેલમાંથી બહાર આવવા જણાવ્યું હતુ પરંતુ આજે તેઓ તેમને જામીન મળે તે પહેલા જ જેલમાંથી બહાર આવ્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાતના પોલીસ બેડામાં ચર્ચા: તરલ ભટ્ટને પકડવામાં ATSના હાથ ટૂંકા પડયા!

Back to top button