AAPના MLA ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે, જાણો કોને આપશે ટક્કર ?
લોકસભાની ચૂંટણીને હવે થોડા જ મહિનાની વાર છે ત્યારે રાજકીય પક્ષો ચૂંટણીને લઈને રણનીતિ ઘડવા લાગ્યા છે. ત્યારે વિરોધી પક્ષો પણ આ વખતે સત્તાપક્ષને ટક્કર આપવા માટે કમર કસી લીધી છે. ગઈ કાલે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ મોટી જાહેરાત કરી હતી. ઈશુદાન ગઢવીએ કહ્યું હતુ કે AAP કોંગ્રેસ સાથે ગઠબંધનમાં લોકસભા ચૂંટણી લડશે.ત્યારે હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો આદિવાસી ચહેરો ચૈતર વસાવા પણ લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે.
ચૈતર વસાવા લડશે લોકસભાની ચૂંટણી
ગઇકાલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી દ્વારા ગુજરાતમાં આપ અને કોંગ્રેસ સાથે મળીને લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જો કે ગઠબંધન અંગે કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે આજે હવે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડવાના છે તેવી વિગતો સામે આવી છે. લોકસભા 2024માં ગુજરાતમાં આપ-કોંગ્રેસના ગઠબંધન I.N.D.I.A.માં ચૈતર વસાવા ચૂંટણી લડશે તેવું જાણવા મળી રહ્યું છે. વધુમા પ્રાપ્ત વિગતો મુજબ તેઓ ભરૂચની લોકસભા સીટ પરથી ચૂંટણી લડશે.અને ભાજપના વર્તમાન સાંસદ મનસુખ વસાવાને ટક્કર આપશે.
જાણો ચૈતર વસાવાએ શું કહ્યું ?
AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સાથે વાત કરતા તેઓ ચૂંટણી લડવાના છે અને પાર્ટીના હાઈ કમાન્ડને પણ તેમને કહ્યું છે, તેઓએ પોતે લોકસભા ચૂંટણી માટે લડવાની તૈયારી હોવાનું જણાવ્યુ હતુ, આમ આદમી પાર્ટી દ્વારા સત્તાવાર રીતે તેમને કોઇ જાણ કરવામાં આવી નથી, પરંતુ ચૈતર વસાવાએ કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થશે અને જે રીતે આમ આદમી પાર્ટી નક્કી કરશે તે અમે કરીશુ, આમ ચૈતર વસાવાએ લોકસભા ચૂંટણી જાતે લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : હિંમતનગર તરફથી અમદાવાદ જઈ રહેલ ટ્રેને યુવકને અડફેટે લેતા મોત
આગામી દિવસોમાં આ બેઠકો પર રહેશે ફોકસ
ચૈતર વસાવાએ જણાવ્યું હતુ કે “વિધાનસભાના પરિણામ મુજબ જોઈએ તો રાજયની બારડોલી, વલસાડ, દાહોદ, છોટાઉદેપુર અને જામ જોધપુર બેઠક પર અમે બીજા નંબરે રહ્યા છીએ, એટલે આગામી દિવસોમાં આ બેઠકો પર અમારું ફોકસ રહેશે અને INDIA ટીમના ગઠબંધનમાં અમે આટલી સીટનો દાવો કરીશું”.
AAP સાથે ગઠબંધનમાં ચૂંટણી લડવા વિશે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને આ માટે મનાવવામાં આવશે તેમ ચૈતર વસાવાએ જણાવ્યું હતું. ત્યારે જોવાનું રહેશે કે જો આપ અને કોંગ્રેસ ગઠબંધનમાં ચૂંટણી લડશે તો આ લોકસભાની ચૂંટણી પર આદિવાસી નેતાઓની ટક્કર કેવી રહેશે ?
આ પણ વાંચો : તહેવારો નજીક આવતા સિંગતેલના ભાવમાં ભડકો, જાણો હવે ડબ્બો કેટલામાં પડશે ?