ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

AAPના મુખ્યમંત્રી પદના દાવેદાર કોણ, આજે નામ જાહેર થશે, આ ત્રણ નામ ચર્ચામાં

અમદાવાદઃ ગુજરાતમાં લોકશાહીના પર્વ સમાન ચૂંટણી ઢોલ ઢબૂકી રહ્યાં છે. ત્યારે આ વખતે રાજ્યમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ત્રિપાંખીયો જંગ જોવા મળી શકે છે. આપના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરશે. કેજરીવાલ આજે રાજ્યના લોકોના અભિપ્રાયના આધારે તેમની પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરશે. પાર્ટીના અધિકારીઓએ ગુરુવારે આ જાણકારી આપી છે. 29 ઓક્ટોબરે કેજરીવાલે લોકોને SMS, વોટ્સએપ, વોઈસ મેઈલ અને ઈ-મેલ દ્વારા પાર્ટીનો સંપર્ક કરવા અને રાજ્યમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હોવા જોઈએ તે જણાવવા માટે લોકોને અપીલ કરી હતી.

આપના CM પદ માટે આ નામ છે રેસમાં
અરવિંદ કેજરીવાલે
લોકોને 3 નવેમ્બર સુધીમાં પોતાનો અભિપ્રાય આપવા કહ્યું હતું. તેના આધારે 4 નવેમ્બરે પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરશે. પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી પદની રેસમાં AAP નેતાઓમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, રાષ્ટ્રીય મહાસચિવ ઇસુદાન ગઢવી અને મહાસચિવ મનોજ સોરઠિયાનો સમાવેશ થાય છે. કેજરીવાલ શુક્રવારે અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરશે.

આપની એન્ટ્રીથી આ વખતની ચૂંટણી રસપ્રદ બનશે
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આપના આગમનથી આ વખતની ચૂંટણી રસપ્રદ રહેશે. કારણ કે ભારતીય જનતા પાર્ટી 1995થી ગુજરાતમાં શાસનમાં છે. અત્યાર સુધી આમઆદમી પાર્ટીએ 108 જેટલી વિધાનસભા સીટ પર ઉમેદવાર જાહેર કર્યો છે. આપના નેતા ઇસુદાન ગઢવી કહે છે કે- હાલના તબક્કે પાર્ટી 30 થી 35 ટકા વોટ શેરિંગ સુધી પહોચી ગઇ છે, અને હાલના તબક્કે ગુજરાતની 70 કરતાં વધુ સીટ પર જીત મેળવે છે. હજુ એક મહિનાનો સમય છે આમઆદમી પાર્ટી 42 ટકા વોટ શેરિંગ સુધી પહોચી જશે.

મતદાતાઓને ભાજપ-કોંગ્રેસ સિવાય પણ વિકલ્પ મળી રહેશે
2022 વિધાનસભા ચૂંટણીમાં રા્જયમાં લોકોમાં સરકારના કામોથી નારાજગી જોવા મળી રહી છે. જો કે, ગુજરાતમાં શહેરી વિસ્તારમાં ભાજપ મજબૂત સ્થિતિમાં છે. પરંતુ હવે શહેરી વિસ્તામાં જે મતદારો ભાજપથી નારાજ છે અને જેમણે કોગ્રેસને મત નથી આપવો તેવા મતદારો આમ આદમી પર પંસદગી મુકી શકે છે. તેવી જ રીતે ગ્રામીણ વિસ્તારમાં પણ કોગ્રેસ કે ભાજપથી નારાજ મતદારો આમઆદમી પાર્ટી પર પસંદગી મુકી શકે છે. આમ 2022 વિધાનસભા ચુંટણીમાં ભાજપ અને કોગ્રેસથી નારાજ મતદારોને નવો વિકલ્પ મળી ગયો છે.

Back to top button