અનાજ કૌભાંડમાં આપ નેતાના પત્ની દોષી, 5 વર્ષની કેદ અને 29 હજારનો દંડ
ભરૂચમાં આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ નગરસેવક મનહર પરમારની પત્નીને 15 વર્ષ જૂન એક કેસમાં ભરૂચના ચીફ જ્યુડિશયલ મેજીસ્ટ્રેટે 5 વર્ષની સજા અને રૂપિયા 29 હજારના દંડની સજા ફટકારી છે. આપ નેતાની પત્ની પર સસ્તા અનાજની દુકાનમાં ઉપાચત કરવાનો ગંભીર આરોપ હતો જેમાં કરતે તેમણે દોષિત જાહેર કરી સજા ફટકારી છે.
આ પણ વાંચો : પોલીસ જ પોલીસની જાસૂસ, કયા સુધી ચાલશે આ સિલસિલો!
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને ભરૂચ વિધાનસભા બેઠક પરથી આપ ઉમેદવાર રહેલા મનહર પરમારના પત્ની ઇન્દુમતિબેન પરમાર સસ્તા અનાજની દુકાન ચલાવતા હતા અને તેઓ દુકાનના સંચાલિકા પણ હતા. સસ્તા અનાજની દુકાનમાં સરકાર તરફથી ગરીબોને મળતા અનાજને બરોબર અન્યને આપી દેતા હોવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે વર્ષ 2008 માં બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસ વધુ તપાસ હાથ ધરતા પૈસાની ઉપાચત કર્યું હોવાનું સામે આવ્યું હતું. સરકાર દ્વારા જે અનાજ ગરીબો માટે આવતું હતું તેને બરોબારો અન્યને વેચીને પૈસાની ઉપાચત કરી હોવાનું ખૂલ્યું હતું. સંચાલિકા દ્વારા આ બાબતે ખોટ દસ્તાવેજો અને બિલો બનાવીને તેને ખરા તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. આ સમગ્ર મામલે પોલીસ પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
આ પણ વાંચો : સુરતના ઉદ્યોગપતિના ત્યાં લગ્ન બોલિવુડને પણ આપે છે ટક્કર તેવી ઉજવણી
સમગ્ર મામલે સરકારી વકીલ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને કોર્ટમાં દલીલ કરી હતી કે આવ ગુણથી સમાજ પર ખોટી અસર ઊભી થાય છે અને સસ્તા અનાજની દુકાનો પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જાય છે છે માટે સમાજમાં એક દાખલો બેસાડવા કડક સજા કરવા દલીલ કરી હતી જે બાદ કોર્ટે સંચાલિકા ઇન્દુમતિબેન ને 5 વર્ષની સજા અને 29 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.