ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

AAPના નેતાઓ EDના રડાર પર, અમાનતુલ્લા ખાનના ઘરે પાડયા દરોડા

  • વધુ એક AAPના નેતા અમાનતુલ્લા ખાન સામે EDની કાર્યવાહી
  • વક્ફ બોર્ડ જમીન કૌભાંડના આરોપોના આધારે કર્યું ચેકિંગ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) નેતાઓ સામે કાર્યવાહી ચાલી રહી છે. તે દરમિયાન AAPના વધુ એક નેતા EDના રડાર પર આવ્યા છે. EDએ મંગળવારે(10 ઓક્ટોબરે) આપ નેતા અને ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઘરે દરોડા પાડ્યા છે. ઈડીએ 2022માં અમાનતુલ્લા ખાન પર લગાવેલા વક્ફ બોર્ડ જમીન કૌભાંડમાં મની લોન્ડરિંગના આરોપોના આધારે આ દરોડા પાડ્યા છે.

 

2022માં ACBએ અમાનતુલ્લા ખાનની ધરપકડ કરી હતી અને બાદમાં તેને જામીન પણ મળી ગયા હતા. EDનો આ દરોડો એ ડાયરીઓ અંગે ચાલી રહ્યો છે જે ગયા વર્ષે વક્ફ બોર્ડ કેસમાં ACBના દરોડા દરમિયાન AAP ધારાસભ્યની નજીકના સ્થળોએથી મળી આવી હતી. વાસ્તવમાં, CBI અને ACBએ દિલ્હી વક્ફ બોર્ડની નાણાકીય ગેરરીતિના કેસમાં અલગ-અલગ કેસ નોંધ્યા છે.

 

અમાનતુલ્લા ખાન પર નિયમોનું ઉલ્લંઘન કરીને લોકોની ભરતીનો આરોપ

આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન પર દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકે કામ કરતી વખતે નિયમોનું ઉલ્લંઘન કરીને 32 લોકોની ભરતી કરવાનો આરોપ છે. આરોપ હતો કે દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકે AAP ધારાસભ્યએ ભ્રષ્ટાચાર અને પક્ષપાત કર્યો હતો. આ સિવાય દિલ્હી વક્ફ બોર્ડની ઘણી મિલકતો ગેરકાયદેસર રીતે ભાડે આપવામાં આવી હતી. તેના પર બોર્ડના પૈસાનો પણ દુરુપયોગ કરવાનો આરોપ હતો.

 

અમાનતુલ્લા ખાનની ACBએ ગયા વર્ષે ધરપકડ કરી હતી. તલાશી દરમિયાન કેટલીક ડાયરીઓ મળી આવી હતી. આ ડાયરીઓ અમાનતુલ્લા ખાનના નજીકના સહયોગી પાસેથી મળી આવી હતી. જેમાં હવાલા વ્યવહારનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. કેટલાક વ્યવહારો વિદેશમાંથી પણ નોંધાયા હતા. ACBએ તેની તપાસ ED સાથે શેર કરી હતી.

અહેવાલો મુજબ, ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ દિલ્હી વક્ફ બોર્ડના કામકાજમાં નાણાકીય ગેરરીતિ અને અન્ય અનિયમિતતા સંબંધિત એક કેસમાં અમાનતુલ્લા વિરુદ્ધ FIR દાખલ કરી હતી. ઈડીએ સસ FIRના આધારે અમાનતુલ્લા ખાન વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી છે.

 

2022માં અમાનતુલ્લા ખાનની થઈ હતી ધરપકડ

એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ સપ્ટેમ્બર 2022માં અમાનતુલ્લાની પૂછપરછ કરી હતી. જે બાદ માહિતીના આધારે ચાર સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન લગભગ 24 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી. આ ઉપરાંત બે ગેરકાયદેસર અને લાઇસન્સ વગરની પિસ્તોલ પણ મળી આવી હતી. કારતુસ અને દારૂગોળો પણ મળી આવ્યો હતો. બાદમાં અમાનતુલ્લાની ધરપકડ કરવામાં આવી હતી. પુરાવા અને વાંધાજનક સામગ્રીના આધારે તેની સામે ધરપકડ કરવામાં આવી હતી.

 

આ પણ જુઓ :TMC ડેલિગેશન રાજ્યપાલને મળ્યું, અભિષેક બેનર્જીએ કર્યો વિરોધ, કહ્યું- 31 ઓક્ટોબર સુધીનું અલ્ટીમેટમ

Back to top button