આપ નેતાનું સુરત મનપાના સિક્યોરિટી ગાર્ડ સાથે ગેરવર્તન, સામાન્ય સભામાં ચર્ચા નહીં પણ વિરોધનો અખાડો બન્યો
રાજ્યમાં એક તરફ વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સુરતમાં મહાનગર પાલિકાની સામાન્ય સભામાં ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે હોબાળો થયો હતો. જેમાં ભાજપ અને આપ નેતાઓ એકબીજા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જેન વચ્ચે આપ નેતાઓને ટીંગાટોળી કરીને બહાર કાઢવામાં આવ્યા હતા જેનાથી માહોલ ગરમાયો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા પહેલાની છેલ્લી સામાન્ય સભા થઈ હતી. સુરત મહાનગરપાલિકાની આ સામાન્ય સભામાં ઝીરો ઓવર્સની ચર્ચા દરમિયાન ભાજપના નગરસેવકોએ વિપક્ષ વિરુદ્ધ આકરા પ્રહાર કર્યા હતા. ચર્ચાનો સમય પૂરો થઈ જતા વિપક્ષ દ્વારા સભ્યોને બોલવા દેવાની માંગણી કરવામાં આવી હતી. દરમિયાન પ્રશ્નોત્તરી શરૂ થતા વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો.
વિપક્ષ નેતા અને આપના કોર્પોરેટરો દ્વારા સભાના રજૂ કરેલા કામો પર પોતાનો મત રજૂ કરી શક્યો હોત. પરંતુ તેઓએ ભારે હોબાળો કરતાં મેયર એ ડાયસ પરથી બધા જ કામો મંજૂર કરી દીધા હતા અને સામાન્ય સભા પૂરી થયેલી જાહેર કરી હતી.મેયરના આદેશ પર આમ આદમીના કોર્પોરેટર સેજલ માલવિયાને બહાર કાઢવામાં આવી રહ્યા હતા ત્યારે સિક્યોરિટી ગાર્ડને તેમણે બચકું ભરી લીધું હતું.
તેમજ સામાન્ય સભામાંથી વિરોધ પક્ષનાનેતાઓને ઉંચકીને લઇ જવામાં આવ્યા હતા ત્યારે આ વિચિત્ર ઘટના બની હતી. રાજકીય લડાઇમાં હરીફ પક્ષને નિશાન બનાવાના હોય છે. પરંતુ આપના કોર્પોરેટરે સિક્યોરિટી ગાર્ડને નિશાન બનાવ્યા.
આ પણ વાંચો : ગુજરાતના મુખ્યમંત્રીએ હજારો અસરગ્રસ્તોના લાભ માટે જનહિતકારી નિર્ણય લીધો