જેલ કે સ્પા પાર્લર ? તિહાડ જેલમાં મસાજ કરાવતા નેતાજીનો વીડિયો


અરવિંદ કેજરીવાલ સરકારના મંત્રી અને હાલમાં તિહાડ જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનનો આ ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ CCTV વીડિયોમાં સત્યેન્દ્ર જૈન જેલની અંદર મસાજ કરાવતા જોવા મળે છે. જેલની કોટડીમાં લાગેલા CCTVમાં સત્યેન્દ્ર જૈનની મસાજની તસવીરો કેદ થઈ છે. તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વ્યક્તિ સત્યેન્દ્ર જૈનના પગની માલિશ કરી રહ્યો છે. EDએ થોડા સમય પહેલા આરોપ લગાવ્યો હતો કે સત્યેન્દ્ર જૈનને તિહાડ જેલમાં VIP ટ્રીટમેન્ટ મળી રહી છે.
#WATCH | CCTV video emerges of jailed Delhi minister and AAP leader Satyendar Jain getting a massage inside Tihar jail. pic.twitter.com/MnmigOppnd
— ANI (@ANI) November 19, 2022
હેડ મસાજ, ફુટ મસાજ અને બેક મસાજના વીડિયો
આ વીડિયો 13 સપ્ટેમ્બર 2022નો જણાવવામાં આવી રહ્યો છે. આ તિહાડ જેલના સેલ-4 બ્લોક Aના CCTV ફૂટેજ છે. જણાવી દઈએ કે ઈડીએ સત્યેન્દ્ર જૈનને જેલમાં વીઆઈપી ટ્રીટમેન્ટની વાત કરી હતી. EDએ પોતાના સોગંદનામામાં આરોપ લગાવ્યો હતો કે જૈનને મસાજની સુવિધા મળી હતી. EDએ કહ્યું હતું કે સત્યેન્દ્ર જૈનને હેડ મસાજ, પગની મસાજ અને પીઠની મસાજ કરાવવામાં આવે છે. જે સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં પણ નજરે પડે છે. EDએ તિહાડમાંથી સત્યેન્દ્ર જૈનને મસાજ અપાવવાના ફૂટેજ લીધા હતા, જે હવે બધાની સામે છે. પરંતુ જૈને કોર્ટમાં મસાજના ફૂટેજને રોકવા માટે અપીલ કરી હતી.
