કેજરીવાલે યુવાનોને રોજગારી માટે આપી પાંચ ગેરેન્ટી !!!
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટી પોતાનો દમ દેખાડવા માટે તમામ પ્રયત્ન કરી રહ્યું છે. જેમાં આજે ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવેતા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે સોમનાથ પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલ સંબોધનની શરૂઆત ‘જય સોમનાથ’ના નાદ સાથે કરી હતી. અરવિંદ કેજરીવાલે ગુજરાતના બરોજગાર યુવાનોને જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી દર મહિને 3 હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું છે. આ પહેલા તેમણે ગુજરાતની જનતાને ફ્રી વીજળીનુ વજન આપ્યું હતું.
આ પણ વાંચો : કેજરીવાલનો ટાર્ગેટ ‘આપ’ણું ગુજરાત : સોમનાથના દર્શન કર્યા, ગુજરાતના વેપારીઓને આપી મોટી ગેરંટી
કેજરીવાલે આપી આ 5 ગેરેન્ટી
- દરેક યુવકને રોજગારી આપવામાં આવશે. દિલ્હીમાં 12 લાખ લોકોને રોજગારી આપી. તો દિલ્હીમાં હજુ 20 લાખ લોકોને રોજગારી આપીશ
- જ્યાં સુધી રોજગારી નહિ મળે ત્યાં સુધી દરેક બેરોજગરને 3 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું આપીશ
- રાજ્યમાં 10 લાખ સરકારી નોકરીઓ બહાર પાડીશું
- સરકારી નોકરીઓના પેપર ફૂટવાની ઘટનાને લઈને કાયદો લાવીશું
- સહકારી ક્ષેત્રે ભ્રષ્ટાચાર અને લાગવગ થી નોકરી નહિ લેવી પડે
ગુજરાતીઓને @ArvindKejriwal જીની રોજગાર ગેરંટી!#KejriwalNiRojgarGuarantee pic.twitter.com/bZ0nwiTfhA
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) August 1, 2022
રાજકોટમાં એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલે જનતા સમક્ષ બે મોડલની વાત કરી હતી. તેમણે કહ્યુ કે, તમે આ લોકોને મત આપશો તો ઝેરીલો દારુ મળશે જ્યારે અમોને મત આપશો તો રોજગાર મળશે. લોકોએ નક્કી કરવાનું છે કે તેઓ કયું મોડલ ઇચ્છે છે. 27 વર્ષના શાશસથી પ્રજા ત્રસ્ત છે, શાળાની હાલત ખરાબ છે, તો બીજી તરફ, પેપર ફાટવાને કારણે નોકરી ન મળતા યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે.
કેજરીવાલે જ્યારે સભા સંબોધી ત્યારે ગુજરાતના બેરોજગાર યુવાઓ માટે મંચ પરથી જાહેરાત કરી હતી કે, અગાઉ હું ગુજરાતમાં વીજળીની ગેરેન્ટી આપી ગયો હતો. કારણ કે, ગુજરાતમાં વીજળી ખૂબ જ મોંઘી છે. ગુજરાતમાં મોંઘવારી સતત વધી રહી છે. તેથી ગુજરાતમાં અમે જાહેરાત કરી છે કે, ગુજરાતમાં અમારી સરકાર બનશે એટલે 300 યુનિટ ફ્રી વીજળી આપીશું. 24 કલાક વીજળી આપીશું. 31 ડિસેમ્બર 2021 સુધીના ગુજરાતના વીજળીના બિલ માફ કરીશું. દિલ્હી અને પંજાબમાં વીજળી ફ્રી કરી છે, હવે અમને એક મોકો ગુજરાતમાં આપો. કેજરીવાલ રેવડી સ્વિસ બેંકમાં નહિ, જનતા વચ્ચે વહેંચે છે. આજ ગુજરાતની સરકાર ઉપર 3.5 લાખ કરોડનું દેવું છે. શું આ દેવું કેજરીવાલે કર્યું છે? ફ્રી રેવડીનો વિરોધ કરવા વાળા લોકો પોતાના મિત્રોને અને સ્વિસ બેંકમાં રેવડીઓ વહેંચી રહ્યાં છે. જેવી સ્કૂલ મેં દિલ્હીમાં બનાવી તેવી એક સ્કૂલ પુરા દેશમાં બનાવી બતાવો.
ભાજપવાળા કહે છે ગુજરાતમાં નશાબંધી છે.
મે સાંભળ્યું છે કે અહિયાં ગલી-ગલીમાં દારૂ વેચાઈ છે.
ગામે-ગામ અને શહેરે-શહેરમાં દારૂ મળે છે.આ હજારો કરોડો રૂપિયાનો ધંધો કોનો છે?
લોકો: ભાજપ– @ArvindKejriwal #KejriwalNiRojgarGuarantee pic.twitter.com/GkcLS8nl3Y
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) August 1, 2022
ગુજરાતના કેમિકલ કાંડમાં માર્યા ગયેલા લોકો માટે 2 મિનિટનું મૌન પાળ્યુ હતુ. તેના બાદ કેજરીવાલ બોલ્યા કે, ઝેરી દારૂ પીવાથી આપણા ભાઈઓએ જીવ ગુમાવ્યો છે. ભગવાનને પ્રાર્થના કરું છું કે આત્માઓને શાંતિ આપે. ગુજરાતના મુખ્યમંત્રી મૃતકોના પરિવારજનોને મળવા નથી ગયા. કે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ પણ મળવા નથી ગયા. મેં ભાજપના નેતાને પૂછ્યું તો કહ્યું કે, આ વાતથી મતમાં કોઈ ફેર નહિ પડે. ગુજરાતમાં હજારો કરોડનો નશાનો ધંધો છે. જે લોકો ઝેરી શરાબ પોતાના બાળકોને પીવડાવવા માંગે છે તે ભાજપને મત આપજો. ગોંડલના 23 વર્ષના યુવકે બેરોજગારીથી કંટાળી આપઘાત કર્યો. રોજગારી મુદ્દે જ હું આજે ગેરેન્ટી આપવા આવ્યો છું. દરેક ભાઈ-બહેનને કહું છું કે, હવે આપઘાત કરવાની જરૂર નથી હવે તમારો મોટો ભાઈ આવી ગયો છે. અમે જે ગેરેન્ટી આપીએ છીએ, જે પાંચ વર્ષમાં પૂર્ણ ન થાય તો ધક્કા મારી કાઢજો.