ગુજરાત

AAPએ ચાર ધારાસભ્યોનું કદ વધારી રાષ્ટ્રીય સંગઠનમાં મોકલ્યા, ચૈતર વસાવાને પણ મળી આ જવાબદારી !

Text To Speech

આમ આદમી પાર્ટી ગુજરાતે ચાર ધારાસભ્યોની રાષ્ટ્રીય સંયુક્ત સચિવ તરીકે નિમણૂક કરી તેમને સંગઠનમાં પ્રોત્સાહન આપ્યું છે. જેમાં ભૂપત ભાયાણી, હેમંત ખાવા, સુધીર વાઘાણી અને ઉમેશ મકવાણાના નામ સામેલ છે. પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ ડો.સંદીપ પાઠકે આ જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ પાંચ બેઠકો જીતી હતી. પાર્ટીએ તેના આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભામાં નેતા પદ સોંપ્યુ છે. નવી જાહેરાતમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજસ્થાનના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. પાર્ટીએ રાજસ્થાન માટે કુલ સાત પ્રભારીઓની નિમણૂક કરી છે. જેમાં ચૈતર વસાવા સાથે હેમંત ખાવાના નામનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો : અમદાવાદ શહેરનું નામ બદલી કર્ણાવતી કરવા સરકારે કોઈ દરખાસ્ત જ નથી કરી !
aap - Humdekhengenewsગુજરાતમાં પાર્ટીના અધ્યક્ષ ઇસુદાન ગઢવી વિપશ્યનાથી પરત ફર્યા છે અને તાજેતરમાં વડોદરામાં પાર્ટીના સંગઠનની બેઠક યોજી હતી. આ બેઠકમાં પક્ષના નેતા મનોજ સોરઠીયા અને સુરત ઝોનના કાર્યકારી પ્રમુખ અને વડોદરાના પ્રભારી અલ્પેશ કથીરિયા સહિત ઇસુદાન ગઢવી હાજર રહ્યા હતા. જેમાં વડોદરા જિલ્લાના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. નવી ટીમની રચના બાદ પ્રથમ વખત વડોદરા શહેર અને જિલ્લાની બેઠક મળી હતી. પ્રતિમા વ્યાસ હાલમાં વડોદરામાં શહેર પ્રમુખ છે. AAP MLA on Manish Sisodiya arrestપક્ષે ગોપાલ ઈટાલિયાને બદલીને ઈસુદાન ગઢવીને કમાન સોંપી હતી. ઇસુદાન ગઢવી પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પક્ષમાં ઘણા ફેરફારો થયા છે, પરંતુ હજુ પણ પક્ષની સક્રિયતા ઓછી જોવા મળી રહી છે. ઇસુદાન ગઢવી પર રાજ્યની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીની સાથે લોકસભામાં સારું પ્રદર્શન કરવાનું દબાણ છે. વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને લગભગ 13 ટકા વોટ મળ્યા હતા. આ વોટ બચાવવાની સાથે સાથે પાર્ટીને વધારવાનો મોટો પડકાર પણ ગઢવી પર છે.

Back to top button