- જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને AAP દ્વારા કરાઈ ખાસ વ્યવસ્થા
- આદમી પાર્ટી ગુજરાતે પત્રકાર પરિષદ યોજી આપી માહીતી
- ઉમેદવારોને પરીક્ષા સેન્ટર સુધી પહોંચાડવામાં કરશે મદદ
રાજ્યમાં આગામી 9 એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાનાર છે. જેમાં આશરે 9 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. ત્યારે પરિક્ષા આપવા જનાર ઉમેદવારો માટે AAP દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હવે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોને પરીક્ષા સેન્ટર સુધી પહોંચાડવામાં મદદ કરશે.
AAP દ્વારા પરિક્ષાર્થી માટે કરાઈ ખાસ વ્યવસ્થા
રાજ્યમાં આગામી 9 એપ્રિલના રોજ યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામા આવી છે. પરીક્ષા આપવા જનાર ઉમેદવારોને એસ ટી ભાડું આપવાની જાહેરાત પણ હસમુખ પટેલે કરી હતી ત્યારે હવે AAP દ્રારા પણ પરિક્ષાર્થી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.AAP દ્રારા અલગ અલગ શહેરોમાં પરિક્ષા આપવા જતા પરિક્ષાના ઉમેદવાર માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
તારીખ:- ૦૯/૦૪/૨૦૨૩ ના રોજ આયોજીત થનારી "જુનિયર ક્લાર્ક"ની પરીક્ષાના ઉમેદવારો માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા ગુજરાતના વિવિધ જિલ્લાના મુખ્ય મથક અને મહાનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે તે અંતર્ગત માહિતી. pic.twitter.com/1xMJmTQBRA
— AAP Gujarat (@AAPGujarat) April 7, 2023
AAP ગુજરાતે પ્રેસકોન્ફરન્સ યોજી આ માહીતી
આમ આદમી પાર્ટી દ્વારા રહેવા તથા જમવાની વ્યવસ્થા દરેક જિલ્લા મથકે કરવામાં આવેલ છે જેના માટે શહેર પ્રમાણે કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવ્યા છે. આજે આમ આદમી પાર્ટી ગુજરાતે પત્રકાર પરિષદ યોજી આ માહીતી આપી હતી. AAP ના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતુ કે આમ આદમી પાર્ટી સંઘર્ષ કરી રહેલા હજારો યુવાનોની મદદ કરશે. ગુજરાતના લાખો ઉમેદવારો અમારી પર વિશ્વાસ રાખીને બેઠા છે. ત્યારે અમે અમારાથી બનતા તમામ પ્રયત્નો ઉમેદવારો માટે કરીશું. અમે દુરના સેન્ટરમાં પરિક્ષા આપવા જતા ઉમેદવારો માટે રહેવા-જમવા સહિતની વ્યવસ્થાનો પ્રયાસ કરીશું. આ માટે અમે અમારા સેન્ટરના વિવિધ લોકોમે જવાબદારી પણ સોંપી દીધી છે. અમે આ ફક્ત યુવાનોની મદદ માટે કરી રહ્યા છીએ.
આ પણ વાંચો : કચ્છ : BSF એ ઝડપી પાકિસ્તાની બોટ, બોટમાં સવાર પાકિસ્તાની ફરાર