ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ
ગુજરાત ચૂંટણી માટે AAPએ 10 ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર, જુઓ યાદી..


આમ આદમી પાર્ટીએ ગુજરાતની વિધાનસભા ચૂંટણી માટે વધુ 10 નામ જાહેર કર્યા છે. ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ઉમેદવારની ત્રીજી યાદી જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ આ પહેલાં બે યાદીમાં ઉમેદવારના નામ જાહેર કર્યાં હતા. જયારે હવે વધુ નામ જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવારો ચૂંટણીને લઈને સારી રીતે તૈયારી કરી શકે તે માટે આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારની યાદી પહેલા જ જાહેર કરવામાં આવી રહી છે.