અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

મેડિકલ કોલેજની ફિમાં કરવામાં આવેલ તોતિંગ ફિ વધારા મુદ્દે AAPએ તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપ્યું

  • મેડિકલ કોલેજના અસહ્ય ફી વધારાને સરકાર તાત્કાલિક પાછો ખેંચે: આપ
  • સેલ્ફફાયનાન્સ/મેનેજમેંટ ક્વોટા માટે વાર્ષિક ફી-ધોરણમાં લગભગ ૬૭% થી માંડીને ૮૮% જેટલો અસહ્ય અને અસાધારણ વધારો કરવામાં આવ્યો છે: આપ
  • આ ફી વધારાના કારણે ઘણા બધા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણથી દૂર રહશે: આપ
  • અમદાવાદ/સુરત/રાજકોટ/વડોદરા/ભરૂચ/ભાવનગર/મહેસાણા/પાલનપુર/ગાંધીનગર/બોટાદ/કચ્છ/ગુજરાત

અમદાવાદ 7 જુલાઈ 2024 : ગુજરાત સરકાર દ્વારા GMERS મેડિકલ કોલેજની ફિમાં કરવામાં આવેલ તોતિંગ ભાવ વધારાનો આમ આદમી પાર્ટી વિરોધ કરે છે. મેડીકલ શિક્ષણની ફીમાં તોતિંગ વધારાનો સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓ ફી વધારાનો વિરોધ કરી રહ્યા છે. સરકારના આ નિર્ણયના વિરોધમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના દરેક જીલ્લામાં કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને ફી વધારો પાછો ખેંચવાની માંગ કરવામાં આવી. આ આવેદનપત્ર દ્વારા આમ આદમી પાર્ટી એ ગુજરાત સરકાર સમક્ષ માંગણી કરી હતી કે, ૨૮-જૂન-૨૦૨૪ ના રોજ ગુજરાત મેડિકલ એડ્યુકેશન અને રિસર્ચ સોસાયટી (G.M.E.R.S) દ્વારા તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં સરકારી – સેલ્ફફાયનાન્સ/મેનેજમેંટ ક્વોટા માટે વાર્ષિક ફી-ધોરણમાં લગભગ ૬૭% થી માંડીને ૮૮% જેટલો અસહ્ય અને અસાધારણ વધારો કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થી M.B.B.S પૂર્ણ થયે હવે 73.50 લાખ ચૂકવશે

જેમાં વિગતવાર જોઈએ તો જનરલ ક્વોટા માટે વાર્ષિક ફી રૂપિયા ૫.૫૦ લાખ અને મેનેજમેંટ ક્વોટા માટે ફી ૧૭ લાખ જાહેર કરવામાં આવેલ છે, આ વાર્ષિક ફી ગત વર્ષેમાં જોઈએ તો ૩.૩૦ લાખ (જનરલ ક્વોટા) અને ૯ લાખ (મેનેજમેંટ ક્વોટા) લેવામાં આવતી હતી જે આ વર્ષથી લાગુ કરેલ ફી કરતાં ગણી ઓછી હતી. લાગુ કરેલ ફી વધારાથી જનરલ ક્વોટામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થી પોતાની M.B.B.S ની લાયકાત ગત વર્ષે રૂ ૧૪.૮૫ લાખથી મેળવતો હતો, તે આ વર્ષેથી વધીને M.B.B.S પૂર્ણ થયે રૂ ૨૪.૭૫ લાખ ચૂકવશે. જ્યારે મેનેજમેંટ ક્વોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી રૂ ૪૦.૫૦ લાખથી મેળવતો હતો તે આ વર્ષથી વધીને M.B.B.S પૂર્ણ થયે રૂ ૭૬.૫૦ લાખ ચૂકવશે.

શું આ રીતે ગરીબવર્ગના બાળકો ડોક્ટર બનશે?; AAP

આમ આદમી પાર્ટીના પ્રતિનિધિએ એચડી ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આમ તો ભાજપ સરકાર ગુજરાતની જનતા સમક્ષ વારંવાર મોટા ઉપાડે ડબલ-એન્જિન અને સંવેદનશીલ સરકારના નારાઓ લગાવે છે. શું આ રીતે ગરીબ અને મધ્યમવર્ગના બાળકો પોતાનું ડોક્ટર બનવાનું સપનું પૂર્ણ કરશે? બીજું કે કદાચ આ રીતે ડોક્ટર બન્યા પછી પણ તે સમાજના લોકોની આરોગ્યપ્રદ સેવાઓ કરશે કે પછી અભ્યાસકાળ દરમ્યાન તેને માથે ચડી ગયેલ આર્થિક બોજને પહોચી વળવા માટે સામાન્ય જનતાના ખિસ્સા ઉપર કાતર મૂકશે? આ ફી વધારાના કારણે ઘણા બધા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણથી દૂર રહશે અને તેમના કુટુંબના ભવિષ્ય માટે ચિંતાનો વિષય બનશે. ખરેખર સરકારના આ નિર્ણયથી ગુજરાતભરના વાલીઓમાં રોષની લાગણી ફેલાયેલી છે. તો આ બાબતે આપની કક્ષાએથી ઘટતું થાય તે ખૂબ જરૂરી અને હિતાવહ છે.

તોતિંગ ફી વધારો તાત્કાલિક પાછો ખેંચાય

આમ આદમી પાર્ટી , ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓ કે જે તબીબી અભ્યાસ કરવા માટે ઉત્સુક છે, તેમજ તેમના વાલીઓ અને તબીબી શિક્ષણના સાર્વત્રિક હિતોને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા લાદવામાં આવેલો આ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી પાછો ખેચાય તે માંગણી કરે છે.

આ પણ વાંચો : રથયાત્રા પસાર થયાં બાદ ABVPદ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું, 200થી વધુ વિદ્યાર્થીઓ સહભાગી બન્યા

Back to top button