ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

AAPના લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી, કોને ક્યાં મળી ટિકિટ?

Text To Speech
  • આમ આદમી પાર્ટીએ મંગળવારે પીએસીની બેઠક યોજી હતી અને ચૂંટણી ઉમેદવારોના નામ નક્કી કર્યા હતા. બેઠક બાદ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી: લોકસભા ચૂંટણી 2024 માટે હવે ટૂંક સમયમાં નોટિફિકેશન જારી કરવામાં આવી શકે છે. ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. આ ક્રમમાં આમ આદમી પાર્ટીએ મંગળવારે પીએસીની બેઠક યોજીને ચૂંટણી ઉમેદવારોના નામ નક્કી કર્યા હતા. બેઠક બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આવો જાણીએ આ વખતે લોકસભા ચૂંટણી લડવા માટે કોને ટિકિટ મળી છે.

કોને-કોને મળી લોકસભાની ટિકિટ?

આમ આદમી પાર્ટીએ દિલ્હી અને હરિયાણામાં તેના લોકસભા ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. દક્ષિણ દિલ્હીથી સહીરામ, પશ્ચિમ દિલ્હીથી મહાબલ મિશ્રા, નવી દિલ્હીથી સોમનાથ ભારતી અને કુલદીપ કુમારને પૂર્વ દિલ્હીથી ટિકિટ આપવામાં આવી છે. આમ આદમી પાર્ટીના સુશીલ ગુપ્તા હરિયાણાની કુરક્ષેત્ર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે.

 

AAP-કોંગ્રેસ ક્યાં કરશે ગઠબંધન?

કોંગ્રેસ અને AAP વચ્ચેના ગઠબંધન હેઠળ દિલ્હીમાં આમ આદમી પાર્ટી નવી દિલ્હી, પશ્ચિમ દિલ્હી, દક્ષિણ દિલ્હી અને પૂર્વ દિલ્હી એમ ટોટલ 4 બેઠક પર ચૂંટણી લડશે. જ્યારે કોંગ્રેસને પૂર્વ દિલ્હી, ઉત્તર-પૂર્વ દિલ્હી અને ચાંદની ચોક એમ કુલ 3 બેઠક પર ચૂંટણી લડશે. આ સાથે કોંગ્રેસ પાર્ટી ગોવાની બંને સીટો પર ચૂંટણી લડશે. જ્યારે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી 24 બેઠકો પર અને AAP બે બેઠક પર ઉમેદવારો મેદાનમાં ઉતારશે. આ સાથે હરિયાણામાં કોંગ્રેસના ઉમેદવારો 9 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે આમ આદમી પાર્ટી કુરુક્ષેત્ર લોકસભા બેઠક પરથી પોતાના ઉમેદવાર ઉભા કરશે. જો કે પંજાબમાં બંને પક્ષો એકલા હાથે ચૂંટણી લડશે.

આ પણ વાંચો: કેજરીવાલને EDએ 8મું સમન્સ મોકલ્યું, આ દિવસે પૂછપરછ માટે બોલાવ્યા

Back to top button