દિલ્હી વિધાનસભા ચૂંટણી: જો આપ અને કોંગ્રેસ મળીને ચૂંટણી લડ્યા હોત તો શું થાત?
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/02/delhi-election-2.jpg)
નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2025: ઉત્તર પ્રદેશના અમેઠીથી સાંસદ કિશોરી લાલ શર્માએ દિલ્હી વિધાનસભા ચૂંટણી પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, અમે દિલ્હીમાં વોટની ટકાવારી વધારી છે. તેમણે દાવો કર્યો છે કે આગળની લડાઈ ચાલતી રહેશે.
કોંગ્રેસી સાંસદે ચૂંટણી પર પ્રતિક્રિયા આપતા એક્સ પર લખ્યું છે કે અમે દિલ્હીમાં વોટની ટકાવારી વધારી છે. જો આપ અને કોંગ્રેસ મળીને ચૂંટણી લડી હોત તો પરિણામ અલગ હોત. મતનું વિભાજન થયું, લડાઈ ચાલું રહેશે.
કેમ કે આંકડા અનુસાર, વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના વોટ શેરમાં 2.1 ટકાનો સુધારો થયો છે. પણ વોટ શેર સીટમાં બદલાઈ નહીં. પાર્ટીને 2020માં વિધાનસભા ચૂંટણીમાં 4.3 ટકાની તુલનામાં 6.9 ટકા વોટ મળ્યા છે. આ ઉપરાંત દેવેન્દ્ર યાદવ, અલકા લાંબા અને પૂર્વ મંત્રી હારુન યૂસુફને બાદ કરતા કોંગ્રેસના 70 ઉમેદવારોમાંથી 67 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ છે.
આપના વોટ શેરમાં 10 ટકાનો ઘટાડો
કોંગ્રેસને વોટ શેરમાં મામૂલી સુધારા સાથે આમ આદમી પાર્ટીને ભારે નુકસાન થયુ છે. કોંગ્રેસ આપ માટે ખેલ બગાડવામાં સફળ રહી. જેમાં અનુસૂચિતજાતિ અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં મોટું નુકસાન વેઠવું પડ્યું છે. જ્યાં કોંગ્રેસે આપની કિંમત પર મામૂલી લીડ પ્રાપ્ત કરી અને ભાજપને ફાયદો થયો. વિધાનસભા ચૂંટણીમાં આપના વોટ શેરમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો છે. આમ આદમી પાર્ટીને 43.19 ટકા વોટ મળ્યા છે, જ્યારે 2020ની ચૂંટણીમાં 53.6 ટકા વોટ મળ્યા છે.
આ પણ વાંચો: દિલ્હી-NCRના દરેક રાજ્યમાં ભાજપની સરકાર, ઈતિહાસમાં પહેલી વાર આવું બન્યું