હરિયાણા ચૂંટણી માટે AAPની બીજી યાદી જાહેર: કુલ 9 ઉમેદવારોના નામ, ગઠબંધન જોખમમાં
- આમ આદમી પાર્ટીએ સોમવારે 20 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી
ચંદીગઢ, 10 સપ્ટેમ્બર: કોંગ્રેસ સાથે ગઠબંધનની અટકળો વચ્ચે આમ આદમી પાર્ટીએ આજે મંગળવારે પણ હરિયાણાની વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. મહત્ત્વપૂર્ણ છે કે, સોમવારે આમ આદમી પાર્ટીની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. અગાઉ, AAPના હરિયાણા પ્રદેશ સુશીલ ગુપ્તાએ સોમવારે કહ્યું હતું કે, જો ગઠબંધન પર વાતચીત ન થાય તો તેઓ સોમવારે સાંજ સુધીમાં તમામ 90 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરશે. જો કે, આમ આદમી પાર્ટીએ હજુ સુધી આવું કર્યું નથી, જેના કારણે હજુ પણ ગઠબંધનની આશા છે. AAPએ પ્રથમ યાદીમાં 20 અને બીજી યાદીમાં 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
અત્યાર સુધીમાં કુલ 29 ઉમેદવારો ફાઈનલ કરવામાં આવ્યા છે. હરિયાણામાં કુલ 90 સીટો પર ચૂંટણી થવા જઈ રહી છે. અહીં 5 ઓક્ટોબરે એક જ તબક્કામાં મતદાન થશે અને 8 ઓક્ટોબરે મતગણતરી થશે.
અહીં જૂઓ યાદી
પ્રથમ યાદીમાં કયા-કયા ઉમેદવારોનો સમાવેશ?
આમ આદમી પાર્ટીએ કલાયત વિધાનસભાથી અનુરાગ ઢાંડા, નારાયણગઢથી ગુરપાલ સિંહ, પૂંડરીથી પૂર્વ મંત્રી નરેન્દ્ર શર્મા, ઘરૌંડાથી જયપાલ શર્મા, અસંધથી અમનદીપ જુંડલા, સમાલખાથી બિટ્ટુ પહેલવાન, ઉચાના કલાંથી પવન ફૌજી અને ડબવાલીથી કુલદીપ ગદરાણાને મેદાનમાં ઉતાર્યા છે. ત્યાં રાનિયાથી હેપ્પી રાનિયા, ભિવાનીથી ઈન્દુ શર્મા, મહમથી વિકાસ નેહરા, રોહતકથી બિજેન્દ્ર હુડ્ડા, બહાદુરગઢથી કુલદીપ છિક્કારા, બાદલીથી રણબીર ગુલિયા, બેરીથી સોનુ અહલાવત શેરિયા, મહેન્દ્રગઢથી મનીષ યાદવ, નરનૌલથી રવિન્દ્ર મટરુ, બાદશાહપુર, સોહનાથી વીર સિંહ સરપંચ, સોહનાથી ધર્મેન્દ્ર ખટાના અને બલ્લભગઢથી રવીન્દ્ર ફોજદારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
આ પણ જૂઓ: નિષ્પક્ષ ચૂંટણી થાત તો…. USમાં રાહુલ ગાંધીનું BJP અને ચૂંટણીપંચ ઉપર ફરી વિવાદાસ્પદ નિવેદન