ટ્રેન્ડિંગમનોરંજન

દુલ્હન બની આમિર ખાનની દીકરી ઈરા, સૂટ બૂટમાં સજ્જ દુલ્હેરાજા

Text To Speech
  • 25 વર્ષની ઈરા ખાન અને 38 વર્ષના નૂપુર શિખરે ક્યારેય પોતાના સંબંધો અને એકબીજા પ્રત્યેના પ્રેમને દુનિયાથી છુપાવ્યો ન હતો. આજે આખરે બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.

આમિર ખાનની લાડકી દીકરી ઈરા ખાને આખરે ફિટનેસ ટ્રેનર નૂપુર શિખર સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્નમાં આમિર ખાને તેની પૂર્વ પત્ની રીના દત્તા અને કિરણ રાવ સાથે ખૂબ જ મસ્તી કરી હતી. તેમજ નવ યુગલને આશીર્વાદ પણ આપ્યા હતા. ઈરા અને નૂપુરના લગ્નની પ્રથમ તસવીરો પણ સામે આવી છે. તસવીરોમાં કપલ હસતા, હસતા અને એકબીજાના પ્રેમમાં મગ્ન જોઈ શકાય છે. 25 વર્ષની ઈરા ખાન અને 38 વર્ષના નૂપુર શિખરે ક્યારેય પોતાના સંબંધો અને એકબીજા પ્રત્યેના પ્રેમને દુનિયાથી છુપાવ્યો ન હતો. બંનેએ તેમના લગ્નના દિવસે પણ આવું જ કર્યું હતું. તસવીરોમાં બંને પરિવારની ખુશીઓ પણ જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Ethereal Studio (@etherealstudio.in)

3 જાન્યુઆરીએ કર્યા હતા કોર્ટ મેરેજ

ઈરા અને નૂપુરે 3 જાન્યુઆરીએ કોર્ટ મેરેજ કર્યા હતા. તાજ લેન્ડ એન્ડ્સમાં તેમના વેડિંગનું રજિસ્ટ્રેશન થયું હતું આ માટે નૂપુર 8 કિલોમીટરની દોડ લગાવીને વેન્યૂ પર પહોંચ્યો હતો. આવનારા પતિ માટે ઈરાએ આખા રસ્તે ક્યૂટ મેસેજ છોડ્યા હતા. 6 જાન્યુઆરીએ ઈરા ખાન અને નૂપુર શિખરના પરિવારજનો અને મિત્રો ઉદયપુરમાં ગ્રાન્ડ વેડિંગ માટે રવાના થઈ ગયા હતા. અહીં બધાનું ગ્રાન્ડ વેલકમ થયું હતું.

શરૂઆતથી જ ઈરા અને નૂપુર તેમના લગ્નની તમામ વિધિઓ અને ફંકશનના ફોટા સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે. 8 જાન્યુઆરીએ મહેંદી સેરેમની થઈ હતી. આમિરખાને દુલ્હા-દુલ્હન સાથે ઝુમીને ડાન્સ પણ કર્યો હતો. ત્યારબાદ પાયજામા પાર્ટી કરી હતી, જેમાં બધા મિત્રો મજા કરતા જોવા મળ્યા હતા. સંગીત સેરેમનીમાં ઈરા અને નૂપુર ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ દીકરીના લગ્ન પ્રસંગે ઉત્સાહિત આમિર ખાને મહેંદી મૂકાવી, કર્યો ડાન્સ

Back to top button