મિચોંગ વાવાઝોડામાં 24 કલાક ફસાયા આમિર ખાન, જાણો- કેવી રીતે કરાયું રેસ્ક્યું ?
ચક્રવાત મિચુઆંગે ચેન્નાઈમાં ભારે નુકસાન કર્યું છે. સમગ્ર શહેર પાણીમાં ગરકાવ હોય તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે ચેન્નાઈથી વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે કે બોલિવૂડ એક્ટર આમિર ખાન પણ છેલ્લા 24 કલાકથી આ તોફાનમાં ફસાયા હતા. અભિનેતા વિષ્ણુ વિશાલ પણ આમિર સાથે હતા.
આમિર ખાન અને વિષ્ણુ વિશાલને 24 કલાક બાદ બચાવી લેવાયા
હાલમાં સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં ફાયર એન્ડ રેસ્ક્યુ વિભાગ આમિર ખાનને બચાવતો જોવા મળ્યું. આમીરની સાથે એક્ટર વિષ્ણુ વિશાલ પણ આ તોફાનમાં ફસાયા હતા. બંનેને હવે 24 કલાક બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
Thanks to the fire and rescue department in helping people like us who are stranded
Rescue operations have started in karapakkam..
Saw 3 boats functioning alreadyGreat work by TN govt in such testing times
Thanks to all the administrative people who are working relentlessly https://t.co/QdoW7zaBuI pic.twitter.com/qyzX73kHmc
— VISHNU VISHAL – VV (@TheVishnuVishal) December 5, 2023
વિષ્ણુ વિશાલે તોફાનની તસવીરો શેર કરી
વિષ્ણુ વિશાલે પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરીને આ જાણકારી આપી છે. આમિર ખાન અને બચાવ વિભાગ સાથેની કેટલીક તસવીરો શેર કરતા વિષ્ણુ વિશાલે કેપ્શનમાં લખ્યું, ‘અમારા જેવા ફસાયેલા લોકોને મદદ કરવા માટે ફાયર અને રેસ્ક્યૂ વિભાગનો આભાર…અને સતત કામ કરી રહેલા તમામ વહીવટી લોકોનો પણ આભાર. …’ તસવીરોમાં આમિર અને વિષ્ણુ બોટમાં બેઠેલા જોવા મળે છે.
સાઉથના સ્ટાર્સે 10 લાખ રૂપિયાનું દાન આપ્યું
મળતી માહિતી મુજબ, દક્ષિણના કલાકારો સૂર્યા અને કાર્તિએ ચેન્નાઈના લોકોની મદદ માટે 10 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ કલાકારોના ફેન ક્લબ દ્વારા વહેંચવામાં આવશે.
છેલ્લે આ ફિલ્મમાં આમિર ખાન જોવા મળ્યો હતો
આમિર ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અભિનેતા છેલ્લે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર જોવા મળી હતી. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહોતી. ત્યારબાદ અભિનેતાએ થોડા સમય માટે એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો.