આમિર ખાને અભિનયમાંથી નિવૃત્તિ લીધી? આપી આ હિંટ
મુંબઈ- 11 ઓગસ્ટ : 9મી ઓગસ્ટ, આમિર ખાન અને તેના પરિવાર માટે ખૂબ જ ખાસ દિવસ હતો. કારણ કે આમિર દ્વારા નિર્મિત ફિલ્મ ‘લાપતા લેડીઝ’ સુપ્રીમ કોર્ટમાં બતાવવામાં આવી હતી. આ દરમિયાન આમિર અને તેની પૂર્વ પત્ની કિરણ રાવે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ (ધનંજય યશવંત ચંદ્રચુડ) સાથે વાતચીત કરી હતી. ફિલ્મનું સ્ક્રિનિંગ એટલા માટે કરવામાં આવ્યું કારણ કે તે જેન્ડર સેન્સિટાઇઝેશન પ્રોગ્રામનો એક ભાગ હતો. જેમાં સર્વોચ્ચ અદાલતના અનેક ન્યાયાધીશો હાજર રહ્યા હતા.
#WATCH | CJI DY Chandrachud interacts with Aamir Khan and Kiran Rao after the screening of their film ‘Laapataa Ladies’. The film was screened at the Supreme Court today, as part of a gender sensitisation programme. pic.twitter.com/bE4N45GTgB
— ANI (@ANI) August 9, 2024
આમિરે અભિનયમાંથી નિવૃત્તિ લીધી
આ દરમિયાન આમિર ખાને કહ્યું- ‘મેં ‘લાપતા લેડીઝ’ કેમ પ્રોડ્યુસ કરી? કોવિડ-19 દરમિયાન મને સમજાયું કે કદાચ મારી પ્રોડક્શન કારકિર્દીનો અંત હોઈ શકે છે. તે સમયે હું 56 વર્ષનો હતો. હવે મારી ઉંમર વધી ગઈ છે. કદાચ મારી પાસે હજુ 15 વર્ષ બાકી છે, જેમાં હું મારું કામ બતાવી શકું. આ દેશ, સમાજ અને ઈન્ડસ્ટ્રીએ મને ઘણું આપ્યું છે. મેં વિચાર્યું છે કે હું વર્ષમાં એક ફિલ્મ કરીશ, પરંતુ તે પણ નિર્માતા તરીકે. આ સમય દરમિયાન હું તે બધી સ્ટોરી બતાવી શકું છું જેમાં કંઈક દમ છે.
આમિર વિશે એવું કહેવાય છે કે તે લોકોને તે જ ફિલ્મો બતાવે છે જેમાં એક મજબૂત મેસેજ છુપાયેલો હોય છે. આમિરે કહ્યું- હું નવા અવાજો અને વાર્તાઓને તક આપવા માંગુ છું. પ્રોડક્શનની મદદથી હું નવા લેખકો, દિગ્દર્શકો સહિતના દરેક લોકોને તક આપી શકું છું જેઓ આ સમગ્ર પ્રોસેસનો ભાગ છે. ‘લાપતા લેડીઝ’ એ દિશામાં મારું પ્રથમ સોપાન છે. હું આ પ્રકારની પ્રતિભાને આગળ લઈ જવા માંગુ છું અને વર્ષમાં 45 ફિલ્મોને પ્રોડ્યુસ કરવાનું વિચારી રહ્યો છું. આપણે આવી વધુ ફિલ્મો બનાવવી જોઈએ અને જોવી જોઈએ.
કિરણ રાવે કહ્યું- ફિલ્મની સ્ટોરી બિપ્લબ ગોસ્વામીની સ્ક્રિપ્ટમાંથી લેવામાં આવી છે. આમિરે વર્ષ 2020માં સ્ક્રીન રાઈટર્સ એસોસિએશનમાં ભાગ લીધો હતો. ત્યાં તેણે આ વાર્તા સાંભળી અને અમે આ ફિલ્મના રાઈટ્સ ખરીદવાનું વિચાર્યું. આપણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઝડપથી બદલાવ જોઈ રહ્યા છીએ. અમે શક્ય તેટલી વધુ આવી સ્ટોરી બતાવવાનો ચોક્કસપણે પ્રયાસ કરીશું.
ઉલ્લેખનીય છે કે ‘લાપતા લેડીઝ’ OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. પરંતુ તે પહેલા થિયેટરોમાં આવી ગઈ હતી. લોકોએ આ ફિલ્મને ખૂબ જ વખાણી હતી.
આ પણ વાંચો : ચાલુ ક્લાસે વિદ્યાર્થીઓ થયા બેશરમ, મર્યાદા નેવે મૂકી … જૂઓ વીડિયો