મેડિટેશન કોર્સ માટે નેપાળ પહોંચ્યા આમિર ખાન, પાડોશી દેશમાં વિતાવશે આટલા દિવસો!


બોલિવૂડના દિગ્ગજ કલાકારોની વાત કરીએ તો તેમાં આમિર ખાનનું નામ હંમેશા સામેલ થશે. આમિર તેની દમદાર એક્ટિંગ માટે જાણીતા છે. હિન્દી સિનેમાના મેગા સુપરસ્ટાર આમિર ખાન હાલમાં ફિલ્મોથી દૂર છે. પરંતુ આમિરની છેલ્લી બે ફિલ્મો ‘લાલ સિંહ ચઢ્ઢા’ અને ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાન’ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. આ દરમિયાન હવે સમાચાર આવી રહ્યા છે કે આમિર ખાન મેડિટેશન કોર્સ માટે નેપાળ પહોંચી ગયા છે, જ્યાં આમિર ઘણા દિવસો વિતાવશે.
કેમ નેપાળ ગયા આમિર ખાન?
ઈ ટાઈમ્સના સમાચાર મુજબ આ માહિતી સામે આવી રહી છે કે આમિર ખાન થોડા દિવસો માટે નેપાળ પહોંચી ગયો છે. આ માહિતી આમિરને રિસિવ કરનાર એરપોર્ટ અધિકારીએ આપી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આમિર ખાન નેપાળની રાજધાની કાઠમંડુના બુધનીલકંઠમાં નેપાળ વિપશ્યના સેન્ટરમાં રોકાશે. અહેવાલ છે કે આમિર ખાન અહીં 11 દિવસ વિતાવશે. આ દરમિયાન અભિનેતા આમિર ખાન 10 દિવસ માટેનો મેડિટેશનનો કોર્સ પૂરો કરશે.
જો કે આ બાબતની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે. પરંતુ ભૂતકાળમાં વિવાદો અને તેમની તાજેતરની ફ્લોપ ફિલ્મોને કારણે આમિર ખાનનું નામ જે રીતે ઉછળ્યું છે તે જોતાં, અભિનેતા થોડો સમય શાંતિ પુર્વક પસાર કરવા માંગે છે. મહત્વનું છે કે બોલિવૂડના બોયકોટના ટ્રેન્ડને કારણે આમિરની પાછલી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ખરાબ રીતે ફ્લોપ સાબિત થઈ હતી.
આ પણ વાંચો: સોનિયા ગાંધીએ RSS કાર્યકર માટે કર્યો પ્રચાર, ઓવૈસી થયા ગુસ્સે