ટ્રેન્ડિંગનેશનલમનોરંજનવીડિયો સ્ટોરી

આમિર ખાન વાયરલ વીડિયો જોઈ ભડક્યો, પોલીસ સ્ટેશન પહોંચી નોંધાવી ફરિયાદ

મુંબઈ, 16 એપ્રિલ: અભિનેતા આમિર ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તે લોકોને સલાહ આપી રહ્યા છે કે તેઓ કોઈ ખાસ પાર્ટીને વોટ ન આપે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયો પર મિસ્ટર પરફેક્શનિસ્ટે પોતાનું મૌન તોડ્યું છે. તેમણે આ વીડિયાને બનાવટી વીડિયો ગણાવ્યો છે અને તરત જ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી. આ ઉપરાંત તેમના તરફથી સત્તાવાર નિવેદન પણ આપવામાં આવ્યું છે.

આમિર ખાનના પ્રવક્તાએ જારી કરેલા નિવેદન અનુસાર, ‘આમીર ખાને તેની 35 વર્ષની કારકિર્દીમાં ક્યારેય કોઈ રાજકીય પક્ષને સમર્થન આપ્યું નથી’. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, તેમણે છેલ્લી ઘણી ચૂંટણીઓમાં ચૂંટણી પંચના જનજાગૃતિ અભિયાનો દ્વારા જનજાગૃતિ વધારવાના ભરપૂર પ્રયાસો કર્યા છે.

 

તેમણે વધુમાં કહ્યું, ‘અમે તાજેતરના વાયરલ વીડિયોથી ચિંતિત છીએ, જેમાં આરોપ છે કે આમિર ખાન કોઈ રાજકીય પક્ષને પ્રમોટ કરી રહ્યો છે. તે સ્પષ્ટ કરવા માંગે છે કે આ એક એક બનાવટી વીડિયો છે અને સંપૂર્ણપણે ખોટો છે. તેઓએ આ મુદ્દા સાથે સંબંધિત વિવિધ અધિકારીઓને આ બાબતની જાણ કરી છે. મુંબઈ પોલીસના સાયબર ક્રાઈમ સેલમાં આ અંગે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. આમિર ખાન તમામ ભારતીયોને મતદાન કરવા અને આપણી ચૂંટણી પ્રક્રિયાનો સક્રિય ભાગ બનવા વિનંતી કરવા માંગે છે.

વાયરલ વીડિયોમાં શું હતું?

સોશિયલ મીડિયા પર લગભગ 31 સેકન્ડના આ વાયરલ વીડિયોમાં આમિર ખાન ભારતીય નાગરિકોને કરોડપતિ કહેતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોના અંતમાં એક રાજકીય પક્ષનો લોગો જોવા મળે છે અને તેને વોટ આપવાનું પણ કહેવામાં આવે છે. વીડિયોને ધ્યાનથી જોયા પછી પણ સરળતાથી જાણી શકાય છે કે વીડિયોને બનાવવામાં આવ્યો છે.

અહીં જૂઓ વાયરલ વીડિયો:

 

આ પણ વાંચો: શાહરૂખ ખાને દીકરીની ડેબ્યૂ ફિલ્મમાં લગાવ્યા રૂ.200 કરોડ! આ મૂવીથી સુહાના ખાન કરશે પર્દાપણ

Back to top button