‘શ્રીકાંત’નું રીમેક સોંગ પાપા કહતે હૈ.. સાંભળીને ભાવુક થયો આમીર ખાન, જુઓ વીડિયો
- આમીર ખાનની ફિલ્મ ‘કયામત સે કયામત તક’ના ગીત ‘પાપા કહેતે હૈં…’નું રિમેક વર્ઝન રાજકુમાર રાવની ‘શ્રીકાંત’ ફિલ્મમાં લેવામાં આવ્યું છે. રાજકુમાર રાવ આ ફિલ્મમાં નેત્રહીનની ભૂમિકામાં જોવા મળશે. ‘શ્રીકાંત’નું રીમેક સોંગ પાપા કહતે હૈ.. સાંભળીને આમીર ભાવુક થઈ ગયો હતો.
23 એપ્રિલ, મુંબઈઃ બોલીવૂડ અભિનેતા રાજકુમાર રાવ લાંબા સમય બાદ કોઈ ફિલ્મમાં જોવા મળશે. તે અપકમિંગ ફિલ્મ ‘શ્રીકાંતઃ આ રહા હે સબકી આંખે ખોલને’માં લીડ રોલમાં છે. આ ફિલ્મમાં તે એક નેત્રહીન વ્યક્તિની ભૂમિકા ભજવી રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર રીલીઝ થઈ ચૂક્યું છે, જેને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને રાજકુમાર રાવની એક્ટિંગના વખાણ કરી રહ્યા છે. આમીર ખાનની ફિલ્મ ‘કયામત સે કયામત તક’ના ગીત ‘પાપા કહેતે હૈં…’નું રિમેક વર્ઝન ‘શ્રીકાંતઃ આ રહા હે સબકી આંખે ખોલને’ ફિલ્મમાં લેવામાં આવ્યું છે. સોમવારે આ ગીતની લોન્ચિંગ ઈવેન્ટ હતી. જેમાં આમીર ખાને ખાસ મહેમાન તરીકે હાજરી આપી હતી. ‘શ્રીકાંત’નું રીમેક સોંગ પાપા કહતે હૈ.. સાંભળીને આમીર ભાવુક થઈ ગયો હતો.
View this post on Instagram
ગીત સાંભળીને ઈમોશનલ થયો આમીર
1988માં રીલીઝ થયેલી આમીર ખાનની ફિલ્મ ‘કયામત સે કયામત તક’નું સોંગ પાપા કહતે હે… આજે પણ એટલું જ લોકપ્રિય છે. રાજકુમાર રાવની ફિલ્મ શ્રીકાંતમાં આ ગીતના રિપ્રાઇઝ વર્ઝનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 22 એપ્રિલે આ ગીતના લોન્ચિંગ ઈવેન્ટમાં ફિલ્મની સ્ટાર કાસ્ટે હાજરી આપી હતી. આ ઈવેન્ટમાં આમિર ખાન ખાસ મહેમાન તરીકે પહોંચ્યો હતો. આ દરમિયાન ગાયક ઉદિત નારાયણની સાથે અન્ય ગાયકો સ્ટેજ પર ગીતનું લાઈવ પરફોર્મન્સ આપતા જોવા મળ્યા હતા. આ દરમિયાન અભિનેતા આમિર ખાન ગીત સાંભળીને ભાવુક થઈ ગયો હતો.
જુની યાદોમાં ખોવાયો પરફેક્ટનિસ્ટ
વીડિયોમાં જોઈ શકાય છે કે સિંગર્સ સ્ટેજ પર ‘પાપા કહેતે હૈં…’ ગીત ગાય છે. આમીર પણ પોતાની સીટ પર બેસીને ગીત ગાય છે. ગીત સાંભળતી વખતે આમીર જૂની યાદોમાં ખોવાઈ જાય છે અને ભાવુક થઈ જાય છે. તેના આંસુને રોકીને, તે ઉપર જુએ છે, પછી તાળીઓ પાડવાનું શરૂ કરે છે. ગીત ખતમ થયા બાદ આમિર સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપે છે. હવે ચાહકો પણ આ વીડિયો પર પોતાના ફેવરિટ એક્ટર માટે પ્રેમ વરસાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ શાહરૂખ ફરી બનશે ‘ડોન’, ફિલ્મ કિંગમાં દિકરી સુહાના સામે ટકરાશે!