જે સ્ટોરી બતાવી આમિરની ફિલ્મે કમાયા 2000 કરોડ, તે પરિવારને મળ્યા માત્ર 1 કરોડ


મુંબઈ, 23 ઓકટોબર : બીજેપી નેતા અને પૂર્વ મહિલા રેસલર બબીતા ફોગાટનું કહેવું છે કે તેના પરિવારને ફિલ્મ ‘દંગલ’ માટે માત્ર એક કરોડ રૂપિયા મળ્યા છે. આમિર ખાનની આ ફિલ્મે લગભગ 2000 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
‘દંગલ’ હરિયાણાના મહાવીર ફોગટની વાર્તા પર આધારિત છે. તે બતાવે છે કે તેમણે કેવી રીતે તેની દીકરીઓ ગીતા અને બબીતાને કુસ્તીબાજ બનાવી. ગીતા અને બબીતાએ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ભારતને સન્માન અપાવ્યું. 2016માં રિલીઝ થયેલી આ ફિલ્મનું નિર્દેશન નિતેશ તિવારીએ કર્યું હતું. આમિર ખાન આ ફિલ્મના સહ-નિર્માતા હતા અને મુખ્ય ભૂમિકા પણ ભજવી હતી.
Aamir Khan made the movie Dangal about the Phogat sisters, earned ₹2000 crores, but gave only ₹1 crore to the Phogat family – Reveals Babita Phogatpic.twitter.com/i4jTByfiq6
— Mr Sinha (@MrSinha_) October 22, 2024
ન્યૂઝ 24 એ બબીતાને આ ફિલ્મ માટે તેના પરિવારને મળેલા પૈસા વિશે પ્રશ્ન પૂછ્યો હતો. જવાબમાં પૂર્વ મહિલા રેસલરે કહ્યું કે તેના પરિવારને લગભગ 1 કરોડ રૂપિયા મળ્યા છે. આના કારણે નિરાશા વિશે પૂછવામાં આવતા બબીતાએ કહ્યું, “ના, પિતાએ એક વાત કહી હતી કે અમને લોકોના પ્રેમ અને સન્માનની જરૂર છે. આ બધું છોડી દો.”
આ પણ વાંચો : ફૂટપાથ પર બેઠેલા નશામાં ધૂત લોકો અને ગંદકીના થર… ભારતીયે બતાવી કેનેડાની હાલત, જૂઓ વીડિયો