આમિર ખાને મુંબઈના પોશ વિસ્તારમાં ખરીદ્યું લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ, જાણો વિગતો
- આમિર ખાને મુંબઈના પોશ વિસ્તાર પાલી હિલમાં એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. તેની કિંમત 9 કરોડ રૂપિયાથી પણ વધુ હોવાનું કહેવાય છે
28 જૂન, મુંબઈઃ અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, શાહિદ કપૂર સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સ રિયલ એસ્ટેટમાં રોકાણ કરતા રહે છે. હવે આ યાદીમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનનું નામ પણ જોડાઈ ગયું છે. આમિર ખાને મુંબઈના પોશ વિસ્તાર પાલી હિલમાં એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. તેની કિંમત 9 કરોડ રૂપિયાથી પણ વધુ હોવાનું કહેવાઈ રહ્યું છે.
આમિર ખાનનું નવું ઘર
સ્ક્વેર યાર્ડ્સની વેબસાઈટમાં આમિર ખાનના નામે એક પ્રોપર્ટી રજિસ્ટ્રેશનના પેપર નોંધાયેલા છે. વેબસાઈટ અનુસાર, અભિનેતાને પાલી હિલમાં તેના નામે 9.75 કરોડ રૂપિયાનો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. આમિર ખાનની આ નવી મિલકત પહેલેથી જ તૈયાર છે, જેનું ક્ષેત્રફળ 1,027 ચોરસ ફૂટ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આમિર ખાને આ પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન 25 જૂન 2024ના રોજ કરાવ્યું હતું. આ માટે 58.5 લાખની રકમ સ્ટેમ્પ ડ્યુટી તરીકે આપવામાં આવી છે અને 30 હજાર રૂપિયા રજિસ્ટ્રેશન ફી આપવામાં આવી છે. આમિરનો આ નવો એપાર્ટમેન્ટ મુંબઈના પાલી હિલ એરિયાની બેલા વિસ્તા એપાર્ટમેન્ટની બિલ્ડિંગમાં જ છે. આ વિસ્તાર મુંબઈના પોશ એરિયા તરીકે જાણીતો છે.
પહેલેથી જ છે અનેક પ્રોપર્ટી
આ નવી પ્રોપર્ટી ઉપરાંત આમિર ખાન પાસે બેલા વિસ્ટા અને મરિના એપાર્ટમેન્ટમાં પહેલેથી જ ઘણી પ્રોપર્ટી છે, જે પાલી હિલમાં લોકેટેડ છે. આ ઉપરાંત બાંદ્રામાં આમિર ખાન પાસે 5000 સ્ક્વેયર ફીટનો સી-ફેસિંગ બંગલો છે, જેમાં બે માળ છે.
આ પણ વાંચોઃ હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, અભિનેત્રીએ પોસ્ટ શેર કરીને પોતાની પરિસ્થિતિ કહી