ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આમ આદમી પાર્ટીનો સૌથી મોટો ફટકો, મંત્રી-વરિષ્ઠ નેતા કૈલાશ ગેહલોતે પક્ષ છોડી દીધો

Text To Speech

નવી દિલ્હી, 17 નવેમ્બર, 2024: દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો મોટો ફટકો પડ્યો છે. સરકારના મંત્રી અને પક્ષના વરિષ્ઠ નેતા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. દિલ્હીમાં થોડા મહિનામાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે જ કૈલાશ ગેહલોતના આ રાજીનામાથી માત્ર આમ આદમી પાર્ટીને જ નહીં પરંતુ અંગત રીતે અરવિંદ કેજરીવાલને પણ ભારે નુકસાન થઈ શકે છે.

કૈલાશ ગેહલોતે તેમના પોતાના X હેન્ડલ ઉપર આ રાજીનામાની જાહેરાત કરી છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે, એક્સ હેન્ડલ પરથી તેમણે બાયો બદલ્યો નથી એટલું જ નહીં પરંતુ રાજીનામાંના જે બે પત્રો એક્સ ઉપર પોસ્ટ કર્યા છે તેમાં તારીખ પણ લખેલી નથી!

કૈલાશ ગેહલોત દિલ્હી સરકારમાં પરિવહન મંત્રી હતી. અગાઉ કેજરીવાલના મુખ્યપ્રધાનપદ હેઠળ દિલ્હીના નાણામંત્રાલયનો હવાલો પણ સંભાળી ચૂક્યા હતા.

રાજકીય વર્તુળો એવું માન છે કે, કેજરીવાલે મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપ્યું ત્યારે આ હોદ્દાના સૌથી મોટા દાવેદાર કૈલાશ ગેહલોત હતા, પરંતુ કેજરીવાલે આતિશીની પસંદગી કરતાં AAPના ઘણા વરિષ્ઠ નેતાઓ નારાજ થયા હતા. કદાચ એ જ કારણે ગેહલોતે પક્ષ છોડી દીધો હોવાની પ્રાથમિક સંભાવના જણાય છે.

કૈલાશ ગેહલોતે પક્ષ અને તમામ હોદ્દા પરથી રાજીનામું આપતી વખતે લાંબો પત્ર પણ લખ્યો છે. તેમણે લખ્યું છે કે, કેજરીવાલે કેન્દ્ર સાથે લડાઈ કરવામાં સમયનો ઘણો બગાડ કર્યો છે. આમ આદમી પાર્ટી માત્ર રાજકીય એજન્ડા માટે લડે છે. કેજરીવાલે પોતે વિશાળ બંગલો બંધાવ્યો છે. AAP પાર્ટી પ્રજાના મુદ્દા ઉઠાવતી નથી. અમે વચન આપ્યું હતું છતાં યમુના નદી સ્વચ્છ કરી શક્યા નથી. AAP સરકાર દિલ્હીની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરી શકે તેમ નથી તેમ ગેહલોતે તેમના વિસ્તૃત પત્રમાં લખ્યું છે.

અનેક પ્રકારના આરોપમાં ફસાયેલા અરવિંદ કેજરીવાલ હાલ છેલ્લા થોડા સમયથી દિલ્હીના વિવિધ વિસ્તારોમાં પદયાત્રા કરીને આગમી ચૂંટણી માટેની તૈયારી કરી રહ્યા છે એ જ સમયે કૈલાશ ગેહલોત જેવા વરિષ્ઠ નેતાનું રાજીનામું આમ આદમી પાર્ટી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

કૈલાશ ગેહલોતનું રાજીનામું - HDNews
કૈલાશ ગેહલોતનું રાજીનામું –

 

આ પણ વાંચોઃ X ઉપર મધ્યમવર્ગ માટે રાહતની માંગ કરનારને નાણામંત્રીએ આપ્યો આ જવાબ, જૂઓ શું લખ્યું

Back to top button