આમ આદમી પાર્ટીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ ખોદી નાખવાની આપી ધમકી
- ભારત પાકિસ્તાનની મેચને લઈને આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ ખોદી નાખવાની આપી ધમકી.
World Cup 2023: ભારત અને પાકિસ્તાન ની વિશ્વ વર્લ્ડ કપ મેચની 14 ઓક્ટોબરના રોજ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં યોજાવા જઈ રહી છે, જેની ક્રિકેટ પ્રેમીઓ ખુબજ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવામાં આમ આદમી પાર્ટી ભારત-પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે યોજાવા જઈ રહેલી વર્લ્ડ કપની મેચનો વિરોધ કરી રહ્યા છે. ભારત-પાકિસ્તાનની મેચ રોકવામાં નહી આવે તો આપ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ ખોદી નાખવાની ધમકી આપવામાં આવી છે. જેને લઈ ને ખળભળાટ મચી ગયો છે.
ભારત પાકિસ્તાન મેચ રદ કરવા @AAPGujarat ની માંગણી
આતંકવાદી હુમલા અને મેચ સાથે ન હોઈ શકે
જો કે મેચ રદ નહી થાય તો મેદાનની પીચ ખોદી નાખવાની ધમકી
આપના ધારાસભ્ય ઉમેશ મકવાણા નુ નિવેદન pic.twitter.com/Ei5DUWtolu
— Hiren (@hdraval93) October 11, 2023
- આ વીડિયોની પુષ્ઠી કરવા અમે (HUM DEKHENGE NEWS) આપ ધારાસભ્ય ઉમેશ મકવાણા સાથે ફોન પર વાત કરી હતી, તેમણે આ વીડિયો તેમનો જ છે તેમ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, છેલ્લા 11 વર્ષથી ભારત – પાકિસ્તાન વચ્ચે કોઈ સંબંધ રહ્યો નથી. આપણા જવાનોને જે પાકિસ્તાન શહીદ કરે છે તેની સાથે મેચ શું કામ? એક દિવસ એવો નથી કે પાકિસ્તાન પ્રેરિત આતંકી હુમલો ના થયો હોય. એક હાથમાં બેટ અને એક હાથમાં બંધુકની રાજનીતિ ના હોવી જોઈએ. પાકિસ્તાન સામે માત્ર બંધુકની જ નીતિ હોવી જોઈએ જ્યાંથી આવતા આતંકી રોજ આપણા જવાનો પર ગોળી ચલાવી છે તેની સાથે મેચ ન હોવી જોઈએ. પાકિસ્તાન સિવાય તમામ દેશ સાથે ક્રિકેટ રમે તેનો વિરોધ નથી.
મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર રાજકોટથી ઝડપાયો
વર્લ્ડકપની ભારત-પાકિસ્તાનની મેચને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યારે મોદી સ્ટેડિયમ ઉડાવવાની ધમકી આપનાર આજે ઝડપાયો છે. MP ના વીડિયો બ્લોગરે સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ વીડિયો બ્લોગર હાલ રાજકોટ શહેરમાં રહે છે. રાજકોટમાં રહેતા કરણ મોવીને ક્રાઈમ બ્રાન્ચે આજે ઝડપી પાડ્યો છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી સામે અગાઉ પણ આવો જ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદમાં રમાનારી ભારત-પાકિસ્તાનની મેચ સ્થાનિકો માટે કમાણીનું સાધન બની જશે