કોણ છે આપ નેતા જેના મોર્ફ વીડિયો થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં વાઈરલ?


આમ આદમી પાર્ટી સુરત મનપાના કોર્પોરેટર પાયલ સાકરિયાનો મોર્ફ વીડિયો વાયરલ.આમ આદમી પાર્ટીનું સુરતમાં આપનું જોર વધારે છે ત્યારે સુરત મનપાના કોર્પોરેટર પાયલ સાકરિયાનો મોર્ફ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને લઈ સુરત આપમાં ખડભડાટ મચી ગયો છે.
23 વર્ષની પાયલ સાકરીયા અભિનેત્રીની સાથે સુરત આમ આદમી પાર્ટીની કોર્પોરેટર પણ છે. શૂટિંગ દરમિયાન અનેક અભિનેતા સાથેના ફોટા સહિત ન્યૂડ ફોટો પણ વાઈરલ કરવામાં આવ્યો હતો. પાયલે અનેક આલ્બમ કામ કર્યુ છે.
જે બાદ પાયલ સાકરિયાએ વીડિયોમાં શેર કરી કહ્યુ હતુ કે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ત્યારથી જ વિરોધીઓ પરેશાન કરતા હતા. ચૂંટણી લડી ત્યારે ફોર્મ પાછું ખેંચી લેવા દબાણ કરતા હતા. ભાજપના નેતા પાછળ પડ્યા હોવાનું જણાવ્યું. પાયલે કહ્યું ભાજપવાળા મહિલા સન્માનની વાત કરી રહ્યા છે ને બીજી બાજુ તેના ચારિત્ર્ય પર કાદવ ઉછાળી શકાય તેનો પ્રયાસ કરી રહ્યા છે.