કાશ્મીરમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખૂલ્યું, આ સીટ પર જીતનો પરચમ લહેરાવ્યો
જમ્મુ -કાશ્મીર, 8 ઓકટોબર : જમ્મુ અને કાશ્મીરની ડોડા વિધાનસભા બેઠક ઉધમપુર લોકસભા મતવિસ્તારમાં આવે છે. સીમાંકન પછી, ડોડા વિધાનસભા મતવિસ્તારને બે બેઠકોમાં વહેંચવામાં આવી છે, જેમાં એક ડોડા અને બીજી ડોડા પશ્ચિમનો સમાવેશ થાય છે. અહીં ડોડા વિસ્તાર મુસ્લિમ પ્રભુત્વ ધરાવે છે, જ્યારે ડોડા પશ્ચિમ હિંદુ પ્રભુત્વ ધરાવતી બેઠક છે. 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ડોડા સીટ પર જીત મેળવી હતી. આ વખતે પણ પાર્ટીએ પોતાનો ઉમેદવાર બદલ્યો નથી અને ગજયસિંહ રાણાને ટિકિટ આપી છે.
કોંગ્રેસે ડોડાથી શેખ રિયાઝને, નેશનલ કોન્ફરન્સે ખાલિદ નજીબ સુહરવાડીને, આમ આદમી પાર્ટીએ મેહરાજ મલિકને, પીડીપીએ મન્સૂર અહેમદ ભટને ટિકિટ આપી છે. આ બેઠક પર 9 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. અહીં પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરે મતદાન થયું હતું. જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન છે અને તેઓ ઈન્ડિયા એલાયન્સ હેઠળ ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ ડોડા સીટ પર તેઓ મૈત્રીપૂર્ણ મુકાબલો કરી રહ્યા છે જેથી ભાજપના ગઢને તોડી શકાય.
डोडा से आम आदमी पार्टी के उम्मीदवार मेहराज मलिक द्वारा बीजेपी को हराकर शानदार जीत हासिल करने के लिए बहुत बहुत बधाई। आप बहुत अच्छा चुनाव लड़े।
पांचवें राज्य में MLA बनने पर पूरी आम आदमी पार्टी को बधाई।
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 8, 2024
જમ્મુ-કાશ્મીરમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખોલવામાં આવ્યું છે. ડોડા વિધાનસભા સીટ પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેહરાજ મલિકે ભાજપના ઉમેદવાર ગજય સિંહ રાણાને લગભગ 4,000 મતોથી હરાવ્યા હતા.
આ પણ વાંચો : હરિયાણા ચૂંટણી પરિણામઃ ચૂંટણીના મેદાનમાં વિનેશ ફોગાટે જીત્યો મેડલ