ગુજરાતચૂંટણી 2022

કેજરીવાલની ગુજરાતની જનતાને નવી ગેરંટી: કહ્યુ ભ્રષ્ટાચારમુક્ત શાસન લાવીશું

Text To Speech

આમ આદમી પાર્ટીની લીડર અરવિંદ કેજરીવાલે આજે ગુજરાતીની જનતાને વધુ એક ગેરંટી આપી છે. જે અંગે તેમણે જણાવ્યુ કે, ‘ભ્રષ્ટ નેતાઓને જેલમાં પુરીશું, ગુજરાતને ભ્રષ્ટાચારમુક્ત તેમજ ભયમુક્ત બનાવીશું. ચુંટણીના ટાણે અંરવિંદ કેજરીવાલ ગુજરાતની જનતાને રીજવવાના અનેક દાવપેચ ખેલી રહી છે. ત્યારે ગુજરાતીઓને ગેરંટી આપતા જણાવ્યુ છે કે દિલ્હીની જેમ ગુજરાતમાં પણ ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં આવશે. તેમજ સરકારી કામ કરાવવા માટે કોઇને લાંચ આપવાની જરૂર નહીં પડે. સરકારી કર્મચારી તમારા ઘરે આવશે અને ઘરબેઠા તમારું કામ કરી આપશે, ત્યા સુધીની ગેરંટી આપતા અરવિંદ કેજરીવાલે ટવીટ કરી છે

કેજરીવાલએ જણાવ્યુ હતુ કે તેઓએ અત્યાર સુધીમાં ગુજરાતમાં અનેક જગ્યાએ કાર્યક્રમો કર્યા અને ગુજરાતની જનતાને સાંભળી. જ્યાં અનેક જગ્યાએ ભાજપના સાશનમાં તેમણે જનતા સમક્ષ તેમની ખામીઓ મુકી હતી. તેમજ જુદા જુદા વર્ગો સાથે વાત કરીને અનેક મુદ્દે હલ લાવવાની ગુજરાતની જનતાને ગેરંટી કાર્ડ સાથે ગેરંટી આપી છે. ત્યારે હવે વધુ એક ગેરંટી આપતી ટવીટમાં તેમણે ભ્રષ્ટાચારમુક્ત અને ભયમુક્ત શાસન લાવવાની વાત કરી છે. જેમાં તેમણે બધાને એક જ વસ્તુ જણાવી કે, ગુજરાતમાં ઘણો જ ભ્રષ્ટાચાર છે. તમારે કોઇપણ સરકારી કામ કરાવવું હોય તો તમારે રૂપિયા આપવા પડે. તેમજ અનેક જગ્યાએ ભયવારુ વાતાવરણ છે. આથી ગુજરાતમાં ભયમુક્ત વાતાવરણની ગેરંટી આપી છે.

Back to top button