ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

AAPના મુખ્યમંત્રી પદનો ચહેરો બનેલા ઇસુદાન ગઢવી આ બેઠક પરથી લડશે ચૂંટણી

Text To Speech

આમ આદમી પાર્ટીના નેતા અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી પદનો ચહેરો બનેલા ઇસુદાન ગઢવી જામખંભાળિયાથી ચૂંટણી લડશે. આ અંગે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને જાહેરાત કરી હતી.

4 નવેમ્બરે અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી હતી. જે બાદ કેજરીવાલે જણાવ્યું હતું કે ઈસુદાનને ગુજરાતની જનતાએ પસંદ કર્યા છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને સીએમ પદનો ચહેરો જાહેર કર્યા છે.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: કોંગ્રેસના ગઢમાં શું ભાજપ પરચમ લહેરાવશે ? જાણો ડાંગ બેઠકનું રાજકીય ગણિત

ત્યારે કોંગ્રેસે જામ ખંભાળીયાથી વિક્રમ માડમને ટિકિટ આપી છે તો બીજેપીએ મુળુ બેરાને ટિકિટ આપી છે.આમ આદમી પાર્ટીનું 16મું લીસ્ટ જાહેર થયું છે. દ્વારકાથી નકુમ લખમણભાઈ બોઘાભા અને ઈસુદાન ગઢવી જામ ખંભાળીયાના નામ જાહેર કરવામાં આવ્યા છે.

Back to top button