ગુજરાતચૂંટણી 2022

આમ આદમી પાર્ટીની છઠ્ઠી યાદી જાહેર, સુરત સહિત ઘણાં વિસ્તારોમાં ઉમેદવારોના નામની ઘોષણા

Text To Speech

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી એક પછી એક યાદીઓ જાહેર કરી રહ્યું છે ત્યારે પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોનું છઠ્ઠા લિસ્ટમાં કુલ 20 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ કુલ 73 ઉમેદવારોની યાદી જાહેર થઈ છે.

AAP 6th List Gujarat election HD News 01

અત્યાર સુધીમાં આપ દ્વારા કુલ 5 યાદી જાહેર કરવામાં આવી છે. તે વચ્ચે આપ દ્વારા છઠ્ઠી યાદી જાહે થઈ જેમાં 20 ઉમેદવારોના નામ જાહેર થયા છે. આ સાથે જ કુલ 73 ઉમેદવારોના નામ જાહેર થયા છે. જેમાં આપ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ગઢ બનેલા વરાછામાં પણ ઉમેદવારની જાહેરાત કરી છે.

AAP 6th List Gujarat election HD News 02

નવી યાદીમાં વડગામ તથા સુરત ઉત્તર બેઠક સહિતની બેઠક પરથી ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી શકે છે. જેમાં વડગામમાં દલપત ભાટીયા તથા સુરત ઉત્તર બેઠક પરથી મહેન્દ્ર નાવડીયાને ટિકિટ આપવામાં આવી શકે છે. અગાઉ AAPનું પાંચમું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 12 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો : આમ આદમી પાર્ટીની પાંચમી યાદી જાહેર,અત્યાર સુધીમાં કુલ 53 ઉમેદવારોના નામોની થઈ જાહેરાત

ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ જંપ લાવી રહી છે. જેને લઈને આપ દ્વારા પૂરજોશમાં પ્રચારની કામગીરી ચાલી રહી છે. તાજેતરમાં જ દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ બાદ દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા પણ બે દિવસ ગુજરાત પ્રવાસે આવ્યા હતા.

Back to top button