UPSC ઉમેદવારોનું હવે થશે આધાર વેરિફિકેશન: સરકારે આપી મંજૂરી
- કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ વિભાગે નોટિફિકેશન જાહેર કર્યું
નવી દિલ્હી, 29 ઓગસ્ટ: કેન્દ્ર સરકારે બુધવારે પ્રથમ વખત યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની રજિસ્ટ્રેશન સમયે અને પરીક્ષાઓ તેમજ ભરતીના વિવિધ તબક્કાઓ દરમિયાન ઉમેદવારોની ઓળખ ચકાસણી માટે આધાર-બેઝ્ડ ઓથેન્ટિકેશનને મંજૂરી આપી છે. આ પછી ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DoPT)એ પણ આ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.
The Department of Personnel and Training (DoPT) has issued notifications where the Union Public Service Commission (UPSC) has been authorised to perform Aadhaar authentication, voluntarily, for verification of the identity of candidates at the time of registration on the ‘One… pic.twitter.com/3UFubpMCvT
— ANI (@ANI) August 29, 2024
આ નિર્ણય કેમ લેવામાં આવ્યો?
આયોગનો નિર્ણય ગયા મહિને આવ્યો હતો જ્યારે તેમણે પ્રોબેશનરી IAS ઓફિસર પૂજા ખેડકરની કામચલાઉ ઉમેદવારી રદ્દ કરી હતી અને તેણીને તેની લાયકાતની બહાર સિવિલ સર્વિસીસ પરીક્ષામાં છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવા બદલ ભવિષ્યની તમામ પરીક્ષાઓમાં હાજર રહેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. પૂજા ખેડકર પર અન્ય આરોપો ઉપરાંત વિકલાંગતા અને અન્ય પછાત વર્ગ અથવા OBC (નોન-ક્રિમી લેયર) ક્વોટાનો દુરુપયોગ કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.
નોટિફિકેશન બહાર પાડ્યું
કર્મચારી મંત્રાલયે તેના નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, UPSCને ‘વન ટાઈમ રજિસ્ટ્રેશન’ પોર્ટલ પર રજિસ્ટ્રેશન સમયે અને પરીક્ષા/ભરતી પરીક્ષાના વિવિધ તબક્કામાં ઉમેદવારોની ઓળખની ચકાસણી માટે સ્વૈચ્છિક ધોરણે આધાર ઓથેન્ટિકેશન કરવાની પરવાનગી આપવામાં આવી છે. જેના માટે હા/ના અથવા/અને ઈ-કેવાયસી ઓથેન્ટિકેશન સુવિધાનો ઉપયોગ કરવામાં આવશે.”
નોટિફિકેશનમાં વધુમાં જણાવવામાં આવ્યું કે, “આયોગે આધાર અધિનિયમ, 2016ની તમામ જોગવાઈઓ, તેના હેઠળ બનાવેલા નિયમો, વિનિયમો અને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલી સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.” ઉલ્લેખનીય છે કે, આધાર એ 12 અંકનો નંબર છે જે UIDAI દ્વારા તમામ પાત્ર નાગરિકોને બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક ડેટાના આધારે જારી કરવામાં આવે છે.
આ પણ જૂઓ: …તો દિલ્હી સુધી આગ લાગશેઃ મમતા બેનરજીએ આપી ખુલ્લી ધમકી!