ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

NRC રજીસ્ટ્રેશન વગર આધાર કાર્ડ નહીં મળે, આ રાજ્ય સરકારની મોટી જાહેરાત

Text To Speech

દીસપુર, 12 ડિસેમ્બર : આસામ સરકારે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC) સાથે આધાર કાર્ડ લિંક કરવાના સંદર્ભમાં મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ આસામમાં લોકોએ આધાર કાર્ડ મેળવવા માટે સરકારની એક શરત પૂરી કરવી પડશે.

હવે આસામમાં જેણે NRC માટે અરજી કરી નથી તેને આધાર કાર્ડ નહીં મળે. જે લોકો અરજી નહીં કરે તેમના આધાર નામંજૂર કરવામાં આવશે. કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેની જાણકારી ખુદ સીએમ હિમંતા બિસ્વા સરમાએ આપી છે.

સીએમએ કહ્યું કે છેલ્લા બે મહિનામાં આસામ પોલીસ, ત્રિપુરા પોલીસ અને બીએસએફ (બોર્ડર સિક્યુરિટી ફોર્સ)એ મોટી સંખ્યામાં ઘૂસણખોરોની ધરપકડ કરી છે. આ કારણે બાંગ્લાદેશથી થતી ઘૂસણખોરી આપણા માટે ચિંતાનો વિષય છે. આપણે આપણી સિસ્ટમને મજબૂત કરવાની જરૂર છે, અને તેથી જ અમે આધાર કાર્ડ સિસ્ટમને કડક બનાવવાનો નિર્ણય કર્યો છે.

શર્માએ કેબિનેટની બેઠક બાદ જણાવ્યું હતું કે હવે રાજ્ય સરકારનો સામાન્ય વહીવટ વિભાગ આધાર કાર્ડ અરજદારોની ચકાસણી પ્રક્રિયા માટે મુખ્ય જવાબદાર રહેશે. દરેક જિલ્લામાં આ કામ માટે વધારાના જિલ્લા કમિશનરની નિમણૂક કરવામાં આવશે.

હવે કેવી રીતે મેળવશો આધાર?

સીએમએ કહ્યું કે પ્રારંભિક અરજી બાદ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) તેને રાજ્ય સરકારને વેરિફિકેશન માટે મોકલશે. સ્થાનિક સર્કલ ઓફિસર (CO) પહેલા તપાસ કરશે કે અરજદાર અથવા તેના માતા-પિતા અથવા પરિવારે NRCમાં સમાવેશ કરવા માટે અરજી કરી છે કે નહીં, જો અરજદાર વતી NRC માટે કોઈ અરજી કરવામાં આવી નથી, તો વિનંતી તરત જ નકારી કાઢવામાં આવશે.

આ પછી રિપોર્ટ કેન્દ્રને સોંપવામાં આવશે. જો એવું જાણવા મળે છે કે NRC માટે અરજી કરવામાં આવી હતી, તો CO ચકાસણી માટે જશે. અધિકારીને સંપૂર્ણ ખાતરી થયા બાદ આધારને મંજૂરી આપવામાં આવશે.

આના પર નિયમ લાગુ પડશે નહીં

મુખ્યમંત્રીએ કહ્યું કે આ નવી સૂચના એવા કેન્દ્રીય કર્મચારીઓને લાગુ પડશે નહીં જેઓ અન્ય રાજ્યોમાં કામ કરી રહ્યા છે. જેમણે NRC માટે અરજી કરી નથી. સરમાએ કહ્યું કે આ રીતે અમે આધાર કાર્ડ જારી કરવાની પ્રક્રિયાને વધુ કડક બનાવીશું, જેથી કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ આ ઓળખ કાર્ડ મેળવી ન શકે.

આ પણ વાંચો :- ઇસ્કોન પૂજારી ચિન્મય કૃષ્ણ દાસને મોટો ઝટકો, જામીન અરજી ફગાવી દેવાઈ

Back to top button