ટ્રેન્ડિંગનેશનલ

આધાર કાર્ડથી થઈ શકે છે મોટો ફ્રોડ: તમારા નામે કોઈએ લોન તો નથી લીધી ને? આ રીતે મિનિટોમાં કરો ચેક

નવી દિલ્હીઃ 17 જાન્યુઆરી, 2026: આજના સમયમાં ડિજિટલ દસ્તાવેજોમાં આધાર કાર્ડ સૌથી મહત્વનો પુરાવો બની ગયું છે. બેંક ખાતું ખોલાવવાથી લઈને મોબાઈલ સિમ લેવા સુધી દરેક જગ્યાએ આધાર અનિવાર્ય છે. જોકે, આ સુવિધાની સાથે તેના દુરુપયોગનો ખતરો પણ વધ્યો છે. જાણો કેવી રીતે ઠગબાજો તમારા આધારનો ઉપયોગ કરીને તમને દેવામાં ડૂબાડી શકે છે અને તેનાથી કેવી રીતે બચવું.

કેવી રીતે થાય છે આધાર ફ્રોડ?

તાજેતરના અહેવાલો મુજબ, ઘણા લોકોના નામે તેમની જાણ બહાર લોન લેવામાં આવી હોવાના કિસ્સા સામે આવ્યા છે. ઠગબાજો આધાર કાર્ડની વિગતોનો ઉપયોગ કરીને અનધિકૃત રીતે લોન, ક્રેડિટ કાર્ડ અથવા બેંક ખાતા ખોલાવે છે. ભોગ બનનાર વ્યક્તિને ત્યારે જ ખબર પડે છે જ્યારે બેંક અથવા ક્રેડિટ એજન્સી તરફથી નોટિસ આવે અથવા તેમનો સિબિલ (CIBIL) સ્કોર અચાનક ઘટી જાય.

તમારા નામે લોન છે કે નહીં? આ રીતે કરો તપાસ

  1. ક્રેડિટ રિપોર્ટ તપાસો: સૌથી વિશ્વાસપાત્ર રીત છે તમારો ક્રેડિટ રિપોર્ટ ચેક કરવો. CIBIL, Equifax અથવા Experian જેવી બ્યુરોની વેબસાઇટ પર જઈને તમે ફ્રીમાં રિપોર્ટ જોઈ શકો છો. રિપોર્ટમાં તમારા નામ સાથે જોડાયેલી તમામ લોન અને ક્રેડિટ કાર્ડની વિગતો તપાસો. જો કોઈ અજાણી લોન દેખાય, તો સમજી લેવું કે તમારી સાથે છેતરપિંડી થઈ છે.
  1. બેંકિંગ એપનો ઉપયોગ: ઘણી બેંકો તેમની એપ પર લોન સ્ટેટસ જોવાની સુવિધા આપે છે. તમારી બેંક એપમાં લોગ-ઈન કરી આધાર OTP દ્વારા વેરિફિકેશન કરીને જાણી શકાય છે કે તમારા નામે કેટલી લોન એક્ટિવ છે.

જો ફ્રોડ જણાય તો શું કરવું?

જો તમને તમારા નામે કોઈ નકલી લોન દેખાય, તો તરત જ નીચેના પગલાં ભરો અને સંબંધિત બેંક અથવા ફાઈનાન્સ કંપનીનો સંપર્ક કરો. RBI ના સત્તાવાર ફરિયાદ પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવો અને નજીકના સાયબર ક્રાઈમ સેલ અથવા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરો.

સાવચેતીના પગલાં

આધારની વિગતો માત્ર ભરોસાપાત્ર અને સત્તાવાર પોર્ટલ પર જ શેર કરો, તમારો OTP ક્યારેય અજાણ્યા વ્યક્તિને ન આપો અને આધાર કાર્ડના Lock/Unlock ફીચરનો ઉપયોગ કરો, જેથી તમારી પરવાનગી વગર કોઈ બાયોમેટ્રિક્સનો ઉપયોગ ન કરી શકે.

Back to top button