ટોપ ન્યૂઝવર્લ્ડ

ટહેલવાની આદત જવાહિરીને ભારે પડી, બાલકનીમાં જોતા જ અમેરિકન ડ્રોને ધડાધડ બે મિસાઇલો ધરબી દીધી

Text To Speech

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના ડ્રોન હુમલામાં અલ કાયદાના નેતા અયમાન અલ-જવાહિરી માર્યા ગયા છે. એક અમેરિકી અધિકારીએ ખુલાસો કર્યો કે, ‘બે હેલફાયર મિસાઇલો રીપર ડ્રોનમાંથી છોડવામાં આવી હતી જ્યારે તે બાલ્કનીમાં ચાલવા માટે બહાર ગયો હતો.’

આ હુમલો અફઘાનિસ્તાનના સમય અનુસાર રવિવારે સવારે 6.18 કલાકે કરવામાં આવ્યો હતો. અમેરિકામાં શનિવારે રાત્રે 9.48 વાગ્યા હતા. અમેરિકન અધિકારીએ જણાવ્યું કે, ‘અમેરિકન એજન્સીઓ છેલ્લા 6 મહિનાથી સતત તેનો પીછો કરી રહી હતી.’

પત્ની-પુત્રીને ટ્રેક કરતી યુએસ એજન્સી

આ વર્ષની શરૂઆતમાં મળી યુએસ ઇન્ટેલિજન્સ સૂત્રોને જાણવા મળ્યું હતું કે, અલ-ઝવાહીની પત્ની, પુત્રી અને પૌત્ર કાબુલમાં એક ઘરમાં ફ્ટ થયા છે. અમેરિકી અધિકારીના જણાવ્યા અનુસાર, જવાહિરીનો પરિવાર તમામ સાવચેતી રાખી રહ્યો હતો, જેથી કરીને કોઈ તેમને અનુસરી ન શકે.

અમેરિકી ગુપ્તચર એજન્સીઓને વિશ્વાસ હતો કે, અલ-ઝવાહિરી પણ ઘરે હોઈ શકે છે. અધિકારીના જણાવ્યા અનુસાર, ઓસામા બિન લાદેન જેવા જવાહિરીના જીવનની પેટર્નને સમજવા માટે અલગ-અલગ સ્ત્રોતો અને પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેનાથી તે ઘરમાં હાજર હોવાની પુષ્ટિ થઈ હતી. આના પરથી બીજી એક વાત જાણવા મળી કે તે બાલ્કનીમાં સમય વિતાવે છે. જેના કારણે હુમલાની યોજના બનાવીને તેની હત્યા કરવામાં આવી હતી. છેલ્લા 12 મહિનાથી અમેરિકી એજન્સીઓ જવાહિરીનો પીછો કરી રહી હતી.

જવાહિરી આ ઠેકાણું શિરપુરમાં હતું

આ ઠેકાણું મધ્ય કાબુલના શિરપુર વિસ્તારમાં છે. આ સમગ્ર વિસ્તાર અફઘાન સંરક્ષણ મંત્રાલયનો છે. હાલના સમયમાં અહીં અફઘાનિસ્તાનના ઉચ્ચ અધિકારીઓના ઘર છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાલિબાનના આંતરિક મંત્રી અને કુખ્યાત આતંકવાદી સિરાજુદ્દીન હક્કાનીએ તેને ખૂબ જ સુરક્ષિત ઘરમાં આશ્રય આપ્યો હતો.

9/11ના હુમલાના મુખ્ય કાવતરાખોરોમાં સમાવેશ

અલ-ઝવાહિરીનું સૌથી ખતરનાક આતંકી ષડયંત્ર 11 સપ્ટેમ્બર, 2001ના રોજ જોવા મળ્યું હતું. અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પેન્ટાગોન પર થયેલા હુમલામાં લગભગ 3,000 લોકો માર્યા ગયા હતા. તે અને બિન લાદેન 2001માં અફઘાનિસ્તાનમાં અમેરિકી દળોના સકંજામાંથી છૂટીને ભાગી ગયા હતા. ત્યારે 2001માં અમેરિકી સરકારે જવાહિરીને વિશ્વનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી નંબર ટુ જાહેર કર્યો હતો.

Back to top button