પાલનપુર: ધાનેરાના વાછોલમાં ભૂંડ પકડવા આવેલા શખ્સોએ કરેલા ફાયરિંગમાં યુવકનું નિપજ્યું મોત


પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના રાજસ્થાન બોર્ડરને અડીને આવેલા ધાનેરા (વાછોલ) ગામમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં ભૂંડ પકડવા આવેલા કેટલાક અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક યુવકને માથાના ભાગે ગોળી વાગી હતી. જેથી તે ગંભીર રીતે ઘવાયો હતો.
સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થતાં ગામમાં શોકનો માહોલ
આ ઘટનાને પગલે યુવકને કેટલાક લોકોએ ઈજાગ્રસ્ત હાલતમાં પાંથાવાડાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. જ્યાં યુવકની તબિબ દ્વારા સારવાર હાથ ધરવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઈને વછોલ ગામમાં ઉત્તેજના ભર્યા માહોલ સાથે શોક છવાયો છે. જ્યારે પાંથાવાડા પોલીસે ભૂંડ પકડવા આવેલા અજાણ્યા શખ્શો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :આવતીકાલથી સંસદનું શિયાળુ સત્ર શરૂ, આજે સર્વપક્ષીય બેઠક
અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂંડ પકડવા માટે આવતી ટોળી મોડી રાત્રે શહેરી વિસ્તારમાં પણ આવતી હોય છે. ત્યારે ઘણા લોકો ભૂંડ પકડવાની કામગીરીનો વિરોધ કરતા આ ટોળી નાસી છૂટે છે.
પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં અજાણા શખ્સોએ કરેલા ફાયરીંગમાં એક નિર્દશ યુવકનો જીવ જતા લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે.