ગુજરાત

અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ સાથે યુવક ઝડપાયો

Text To Speech
  • ફરીયાદ નોધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી
  • ઇમિગ્રેશન ઓફ્સિરને શંકા જતા તપાસ કરતા ભાંડો ફુટયો
  • આંદામાનના વ્યક્તિનો પાસપોર્ટ લઇ મહેસાણાનો પંકજ આવ્યો

અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ સાથે યુવક ઝડપાયો છે. જેમાં યુવક બોગસ પાસપોર્ટના આધારે કતારથી અમદાવાદ આવ્યો હતો. ઈમિગ્રેશન ક્લિયરન્સ ઓફિસરને શંકા જતાં યુવકનો ભાંડો ફૂટયો છે. આંદામાનના વ્યક્તિનો પાસપોર્ટ અને નામ મહેસાણાના પંકજ ધર્માભાઈ પટેલનું હતુ.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો આજથી થશે પ્રારંભ, ગણોતધારામાં બદલાવ કરાશે

ઇમિગ્રેશન ઓફ્સિરને શંકા જતા તપાસ કરતા ભાંડો ફુટયો

એરપોર્ટ પોલીસે યુવક સામે ગુનો નોધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોગસ પાસપોર્ટના આધારે કતારથી અમદાવાદ આવેલો મહેસાણાનો યુવક ઝડપાયો હતો. જેમાં ઇમિગ્રેશન ઓફ્સિરને શંકા જતા તપાસ કરતા ભાંડો ફુટયો હતો. આ અંગે એરપોર્ટ પોલીસે યુવક સામે ગુનો નોધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વધતા જતા કૌટુંબિક ઝઘડાના કેસોનો ઝડપી નિવારણ થશે, સરકારે કરી વ્યવસ્થા 

ફરીયાદ નોધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી

એરપોર્ટ પર ઇમિગ્રેશન ઓફ્સિર તરીકે નિલેશ સાળોખે ફરજ બજાવે છે. જેમાં ગત 30 જાન્યુઆરીએ રાત્રીના સમયે તેઓ એરપોર્ટ પર ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે રાત્રે 1.50 વાગ્યે કતારથી અમદાવાદની કતાર એરવેઝની ફ્લાઇટ આવી હતી. જેથી નિલેશભાઇ પેસેન્જરોની ઇમિગ્રેશનની કાર્યવાહી કરી રહ્યાં હતા. ત્યારે 2 વાગ્યાની આસપાસ મહેસાણાના જુલાસણ ગામના પંકજકુમાર ધર્માભાઇ પટેલ ઇમિગ્રેશન ક્લિયરન્સ માટે આવ્યો હતો. તેનો પાસ અધિકારીએ માંગ્યો હતો અને તે ચેક કરતા પાસપોર્ટ બનાવટી હોવાની શંકા ગઇ હતી. જેથી તપાસ કરતા પાસપોર્ટ બનાવટી હોવાનું બહાર આવ્યું હતું. પાસપોર્ટ નંબર ચેક કરતા તે પાસપોર્ટ પોર્ટ બ્લેર આંદામાન ખાતે રહેતા શુભમ શ્યામલ મોન્ડલનો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે નિલેશભાઇએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પંકજકુમાર પટેલ સામે ફરીયાદ નોધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Back to top button