મંદિરના ગેટ પર યુવકે પેશાબ કર્યો, CCTVમાં કેદ થઈ ઘટના
- દેહરાદૂનમાં મંદિરના ગેટ પર યુવકે પેશાબ કર્યાની ઘટના સામે આવી
- મંદિરના ગેટ પર યુવકે પેશાબ કરતાં હિન્દુ સંગઠનોમાં ભારે રોષ
દેહરાદૂન, 13 ડિસેમ્બર: ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો હરરાવલાનો હોવાનું કહેવાય છે. જ્યાં એક વ્યક્તિએ મંદિરના ગેટ પર પેશાબ કર્યો હતો અને મંદિર પર પથ્થરમારો કર્યો હતો. યુવકનું આ સમગ્ર કૃત્ય નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ હિન્દુ સંગઠનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પોલીસે આરોપી યુવક સામે ગુનો નોંધ્યો છે.
देहरादून में शर्मनाक हरकत का वीडियो वायरल.
युवक ने पहले मंदिर पर पेशाब किया और फिर तोड़फोड़ की। युवक की टोपी बताती है कि वह किस समुदाय का है.
देखते है सेक्युलर इसे कैसे उचित ठहराएंगे? pic.twitter.com/UchNGhEAIm
— हम लोग We The People 🇮🇳 (@ajaychauhan41) December 12, 2023
મામલો હરરાવલા સ્થિત કાલી માતા મંદિરનો હોવાનું કહેવાય છે. જ્યાં મોડી રાત્રે એક યુવક સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. સીસીટીવીમાં યુવક મંદિરની બહાર પેશાબ કરતો અને પથ્થર ફેંકતો જોવા મળ્યો હતો. વાયરલ થયેલા સીસીટીવી મોડી રાતના હોવાનું કહેવાય છે. તે જ સમયે, ઘટના પછી, હિન્દુ સંગઠનો મંદિરની બહાર એકઠા થયા હતા અને હંગામો કર્યો હતો. બીજી તરફ પોલીસે આરોપીની શોધ ખોળ હાથધરી છે.
પોલીસે યુવકની શોધખોળ હાથધરી
યુવક દ્વારા મંદિરના ગેટ પર પેશાબ કરવાનો વીડિયો વાયરલ થતાંની સાથે જ દેહરાદૂનમાં ખળભળાટ મચી ગયો છે. જો કે પોલીસ તેની કાર્યવાહી કરી જ રહી છે. પોલીસે યુવક સામે કેસ નોંધીને સીસીટીવીના આધારે શોધ-ખોળ હાથ ધરી છે.
યુવકે આ કૃત્ય કેમ કર્યું?
આ પ્રશ્ન પણ ચર્ચાનો વિષય બની રહ્યો છે. શું આની પાછળ વાતાવરણ બગાડવાનું ષડયંત્ર છે? પોલીસ દરેક એંગલથી તપાસમાં વ્યસ્ત છે. પોલીસ પોતાની કામગીરી કરી જ રહી છે. મંદિરની આસપાસના સીસીટીવી ફૂટેજને સ્કેન કરીને આરોપી યુવકને ઓળખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો:“ન કોઈ અપના હૈ, ન કોઈ પરાયા” – પીએમ મોદીએ કેમ આવું કહ્યું હતું? જૂઓ વાયરલ વીડિયો