ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

UPમાં વંદે ભારત એક્સપ્રેસની સામે બાઇક છોડીને ભાગ્યો યુવક, એન્જિનમાં ફસાઈ અને પછી…

Text To Speech
  • વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન વારાણસીથી પ્રયાગરાજ જંકશન તરફ આગળ વધી રહી હતી

પ્રયાગરાજ, 9 નવેમ્બર: UPના પ્રયાગરાજમાં આશ્ચર્યજનક ઘટના બની છે. અહીં એક યુવક પાટા પર આવી રહેલી વંદે ભારત એક્સપ્રેસની સામે પોતાનું બાઇક છોડીને ભાગી ગયો હતો. જેના કારણે ટ્રેન અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ. ત્યારબાદ આ બાઈક વંદે ભારત ટ્રેનના એન્જીનમાં ફસાઈ ગઈ અને લાંબા અંતર સુધી ઢસડાતી રહી. સદ્ભાગ્યે વંદે ભારત ટ્રેન પાટા પરથી ઉતરી નહીં અને મોટી દુર્ઘટનાથી બચી ગઈ.

શું છે સમગ્ર મામલો?

આ ઘટના શુક્રવારે સાંજે 4.20 કલાકે બની હતી. વંદે ભારત વારાણસીથી પ્રયાગરાજ જંકશન તરફ આગળ વધી રહી હતી. ઝાંસી સ્ટેશન નજીક બંધવા તાહિરપુર રેલવે અંડરપાસ પર કેટલાક યુવકો બાઇક સાથે રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન સામેથી વંદે ભારત આવતી દેખાતાં એક યુવક રેલવે ટ્રેક પર બાઇક મૂકીને ભાગી ગયો હતો. બાઇક સાથે જોરદાર ટક્કર બાદ વંદે ભારતમાં બેઠેલા મુસાફરોને આંચકો લાગ્યો હતો.

બાઇક ખેંચવાનો જોરદાર અવાજ આવવા લાગ્યો. આ દરમિયાન લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને રોકી હતી. વારાણસી સ્થિત નોર્થ ઈસ્ટર્ન રેલવેના કંટ્રોલ રૂમને આ અંગેની માહિતી આપવામાં આવતાં એલર્ટ જારી કરવામાં આવ્યું હતું અને રેલવે ટ્રેક પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. RPF અને GRP ઘટનાની તપાસ કરી રહી છે અને બાઇક માલિકની શોધ કરવામાં આવી રહી છે. બાઇક માલિક સામે FIR નોંધવામાં આવી છે.

અગાઉ દિલ્હીથી વારાણસી જતી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો

આ પહેલા દિલ્હીથી વારાણસી જતી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હતો. આ ઘટના કાનપુરના પનકી સ્ટેશન પાસે બની હતી. આ ઘટનાને કારણે ટ્રેનના કાચ તૂટી ગયા હતા. પથ્થરમારાની આ ઘટના બાદ કોચના મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટનાની જાણ વંદે ભારત ટ્રેનના ડ્રાઈવરે કંટ્રોલ રૂમને કરી હતી. આ પછી, આરપીએફ પનકીએ અજાણ્યા પથ્થરબાજો સામે કેસ નોંધ્યો હતો અને મામલાની તપાસ શરૂ કરી હતી.

આ પણ જૂઓ: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં રેલવે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ, 20થી વધુ લોકો માર્યા ગયા

Back to top button