ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હિંદુ ધર્મ વિશે ટીપ્પણી ભારે પડી, ગાઝિયાબાદના યુવકની થઈ ધરપકડ

  • ગાઝિયાબાદ પોલીસે હિંદુ ધર્મ પ્રત્યે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ એક યુવકની ધરપકડ કરી
  • યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે

ગાઝિયાબાદઃ રફીકાબાદના એક યુવકનો હિન્દુ ધર્મનું અપમાન કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે ધરપકડ કરાયેલા આરોપીનું નામ અયાન કુરેશી હોવાનું જણાવ્યું છે. આ વાયરલ વીડિયોને સોશિયલ મીડિયા પર લાખો લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોને લઈને લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

અમારી સરકાર આવશે ત્યારે જોઈ લઈશું તેવી ધમકી આપી હતી

વાયરલ વીડિયોમાં અયાન કુરેશી નામનો યુવક હિંદુ ધર્મ વિશે વાંધાજનક ટિપ્પણી કરી રહ્યો છે. આ યુવક વારંવાર ધમકી આપી રહ્યો છે કે જો તેની સરકાર આવશે તો તેનો બદલો લેશે. વીડિયોમાં અયાન કુરેશી કહી રહ્યો છે કે, ઇન્શા અલ્લાહ ઇસ્લામ જીવતો હતો, જીવતો છે અને જીવતો રહેશે. આ હિંદુઓ શું છે, તેમને કીડા મકોડાની જેમ કચડી દેવામાં આવશે. હિન્દુઓ કયા દેશમાં છે? તેઓ માત્ર ભારત પૂરતા મર્યાદિત છે. માંસની તમામ ફેક્ટરીઓ હિંદુઓની છે. તમે મુસ્લિમોના નામ ઉમેરીને તેને બંધ કરી રહ્યા છો. પ્રયાગરાજનું નામ બદલી નાખ્યું. તમારી સરકાર છે એટલે તમે કંઈપણ રાખી શકો છો. જે દિવસે અમારી સરકાર આવશે તે દિવસે બધું સાફ થઈ જશે.

આરોપી સામે ગુનો નોંધ્યો

વીડિયોમાં પોતાને રફીકાબાદનો રહેવાસી ગણાવનાર અયાન કુરેશીએ એમ પણ કહ્યું કે, મારી ચિકનની દુકાન છે. તે વર્ષમાં છ મહિના બંધ રહે છે. ક્યારેક કરવા ચોથ તો ક્યારેક કોઈ અન્ય તહેવાર. અમારો રમઝાન આવે ત્યારે અમે દારૂ બંધ કરવાનું કહેતા નથી. જો તમે ગાયની રક્ષા કરી શકો તો ભેંસ અને મરઘાની પણ રક્ષા કરો. આ વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને આરોપી અયાન કુરેશીની ધરપકડ કરી હતી. આ મામલે એસીપી નરેશ કુમારનું કહેવું છે કે મસૂરી પોલીસ સ્ટેશનમાં રફીકાબાદના રહેવાસી અયાન કુરેશી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. અયાનની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.

ભાઈએ કહ્યું- તે નાદાન છે

આ વીડિયો વાયરલ થયા બાદ આરોપી અયાન કુરેશીના મોટા ભાઈ સુહેલ કુરેશીએ કહ્યું કે તે બાળક છે, નાદાન છે તે કોઈ પક્ષ સાથે જોડાયેલો નથી. કદાચ સંગતના કારણે તેણે આવું કહ્યું. બાકી એવું નથી. તમે ઇચ્છો તો તેનો રેકોર્ડ તપાસી શકો છો. અયાન 10 ધોરણ સુધી ભણેલો છે અને ચિકન શોપ ચલાવતો હતો જે હવે બંધ થઈ ગઈ છે. પિતા માછલીની દુકાન ચલાવે છે અને પરિવાર ગોરખપુરનો રહેવાસી છે.

આ પણ વાંચો, ખેડૂતોના ટોળાએ એક અધિકારી પાસે બળજબરીથી પરાળી સળગાવડાવી

Back to top button