પાલનપુર : ડીસા બસ સ્ટેન્ડની અગાસીમાં યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
પાલનપુર: ડીસાના નવા બસ સ્ટેશનની આગાસીમાં મંગળવારે સવારે એક યુવકની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને જરૂરી કાર્યવાહી કરી મૃતકની લાશને પોસ્ટ માર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. આ ઘટનાને લઈને શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
હત્યા કે આત્મહત્યા, ઘૂંટાતું રહસ્ય….!
ડીસા શહેરના નવા બસ સ્ટેશન ની આગાસીમાં લોખંડની સીડી સાથે સફેદ કપડાથી ગળે ફાંસો ખાધેલા એક યુવકની લાશ લટકતી હોવાના સમાચાર શહેરમાં પ્રસર્યા હતા. જેના પગલે ઉત્તર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં જરૂરી કાર્યવાહી કરીને મૃતકની લાશને નીચે ઉતારવામાં આવી હતી. ‘
જેમાં 25 વર્ષનો આ યુવક મૂળ સુઇગામ બાજુના ગામનો અને ડીસામાં રહીને કડિયા કામ કરતો મુકેશ ભીખાભાઈ ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે. આ યુવકની હત્યા કરાઈ છે કે તેને આત્મહત્યા કરી છે? જેને લઈને આશંકાઓ વ્યક્ત થઈ રહી છે. મૃતક એક દીકરાનો પિતા હોવાનું અને કોઈ પારિવારિક ખટપટના કારણે યુવકે પગલું ભર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. જેને લઈને પોલીસ તપાસ કરી રહી છે. મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ માટે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ ઘટનાને પગલે શહેરમાં ચકચાર પ્રસરી ગઇ છે.
આ પણ વાંચો :બોક્સિંગ ડે ટેસ્ટઃ ડેવિડ વોર્નરે 100મી ટેસ્ટમાં બેવડી સદી ફટકારી, ટેસ્ટમાં 8 હજાર રન પૂરાં