અમદાવાદગુજરાત

અમદાવાદના વાસણામાં યુવાન મહિલા પોલીસકર્મીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Text To Speech

અમદાવાદ, 01 માર્ચ 2024, શહેરમાં એક યુવાન મહિલા પોલીસ કર્મીએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના બની છે. આ મામલે પોલીસના સિનિયર અધિકારીઓ તપાસ કરી રહ્યા છે અને આત્મહત્યા કરવા પાછળ કયા કારણો જવાબદાર હોઈ શકે તે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

15 દિવસ પહેલા જ ભાડે રહેવા આવ્યા હતા
સૂત્રો પ્રમાણે મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના સોલડી ગામના લલીતાબેન મૂળજીભાઈ પરમાર બે મહિના પહેલા જ કોન્સ્ટેબલ તરીકે પોલીસમાં ભરતી થયા હતા. અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા ખોડીયારનગરમાં આશરે 15 દિવસ પહેલા જ ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા. તેઓ શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.

લલિતાબેન પરમાર એક કુશળ સ્પોર્ટ પર્સન પણ હતા
પોલીસ સુત્રો પ્રમાણે મળતી માહિતી મુજબ હાલ લલીતાબેનના મૃતદેહને અંતિમવિધિ માટે તેમના વતન સુરેન્દ્રનગર ખાતે લઈ જવામાં આવી રહ્યા છે. આ કેસમાં જો કોઈ શંકાસ્પદ વસ્તુ મળશે તો તેમાં કાર્યવાહી કરવા માટે પણ સિનિયર અધિકારીઓ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. પોલીસ કોન્સ્ટેબલ લલિતાબેન પરમાર એક કુશળ સ્પોર્ટ પર્સન પણ હતા. પરંતુ તેમની આત્મહત્યા પાછળનું કારણ શું હોઈ શકે એ તો આવનારા દિવસોમાં તપાસ થયા બાદ જ સામે આવશે.

આ પણ વાંચોઃઅમદાવાદ પોલીસ કમિશ્નર એક્શનમાં, એક ઝાટકે 1472 કોન્સ્ટેબલોની બદલી કરી નાંખી

Back to top button