ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

‘I AM QUIT’ની ચિઠ્ઠી લખી મહેસાણાનો યુવક થયો ગુમ, પરિવાર અને પોલીસ બંન્ને દોડતા થયા

વ્યાજખોરોના ત્રાસથી યુવાન ગુમ
ચિઠ્ઠી પર લખ્યું ‘I AM QUIT’
‘હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું’

ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ દૂર કરવા માટે પોલીસ દ્વારા ઠેર ઠેર દરબારો ભરવામાં આવ્યા હતા. લોકોની ફરિયાદો સાંભળી હતી. તેમ છતાંય હજી પરિસ્થિતિ હતી તેવી જ જોવા મળી રહી છે. હજુ પણ ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા હોવાના ભૂતકાળમાં અનેક બનાવો બની ચૂક્યા છે. ત્યારે મહેસાણાના વડનગરમાં વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી વડનગરમાં રહેતો અને દરજી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો યુવક ચિઠ્ઠી લખીને આત્મહત્યા કરવા જઈ રહ્યો હોવાનું કહીને ઘરેથી ગુમ થઈ ગયો છે.

વ્યાજખોરોના ત્રાસથી કંટાળ્યો વડનગરનો યુવક
પ્રાપ્ત વિગતો અનુસાર, મહેસાણાના વડનગરમાં રહેતો હેમંત પ્રજાપતિ નામનો યુવક દરજી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. બે દિવસ અગાઉ યુવક દુકાને જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. જોકે, મોડે સુધી યુવક ઘરે ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન દુકાન પણ બંધ જોવા મળી હતી. 2 દિવસ સુધી શોધખોળ કરવા છતાં તેનો કોઈ અત્તોપત્તો ન મળતા પરિવારજનોએ દુકાન ખોલી હતી. દુકાન ખોલતા દુકાનમાંથી ‘I AM QUIT’ લખેલી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં લખેલું હતું કે,’I AM QUIT’ ‘હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું’મહત્વનું છે કે,દુકાનમાંથી ચિઠ્ઠી મળી આવ્યા બાદ પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે. પરિવારજનો દ્વારા આ મામલે પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસ દ્વારા યુવકની શોખધોળ હાથ ધરવામાં આવી છે.પોલીસે હાલ ચીઠ્ઠી કબ્જે કરી યુવકની શોધખોળ હાથ ધરી છે.

ચિઠ્ઠીમાં લખ્યું ‘I AM QUIT’ ‘
‘હું હેમંત પ્રજાપતિ વ્યાજખોરોના ત્રાસથી કંટાઈને આત્મહત્યા કરવા જઈ રહ્યો છું, હાલ હું કોઈનું નામ નથી લખતો બે દિવસની અંદર બધાના નામ સાથે કાગળ કવર દ્વારા પોલીસ સ્ટેશનમાં પહોંચી જશે.”મહેરબાની કરીને મારી ફેમીલીને કોઈએ હેરાન કરવી નહી, બધાના નામ, નંબર સાથે પોલીસ સ્ટેશનમાં કવર પહોંચી જશે. મારી બોડી મળે પછી વીમાના પૈસા પાસ થાય એટલે બધાને આપવા. મમ્મી પપ્પા મને માફ કરજો, ભાઈ-ભાઈ મને માફ કરજો, પ્રિયંકા, દિયા માફ કરજો. માનસી, ખુશી તમારા કાકાને માફ કરજો.’

આ પણ વાંચો : પાલનપુર : છાપીમાં વ્યાજખોરના ત્રાસને કારણે વેપારીની આત્મહત્યા

 

Back to top button