ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘પપ્પા… અહીં મજા આવે છે, તમે પણ આવો ને’,અમેરિકામાં પિતા સાથે ફોન પર વાત કરતા ગુજરાતી યુવકને કાળનો ભેટો થઇ ગયો

  • પાટણથી અમેરિકા ફરવા ગયેલા ગુજરાતી યુવકનું મોત
  • રોડ ક્રોસ કરવા જતા 14 જેટલી ગાડીઓ દર્શિલ પરથી નીકળી ગઇ

હાલ યુવાઓમાં વિદેશમાં જવાનો કંઈક અલગ જ ચસ્કો જોવા મળી રહ્યો છે. જેથી મોટાભાગે યુવાનો મસમોટી રકમ ચૂકવી વિદેશમાં ભણવા, ડોલર કમાવવા કે પછી ફરવા જતા હોય છે. ત્યારે આવી જ રીતે પાટણથી અમેરિકા ફરવા ગયેલા યુવાનને કાળનો ભેટો થયો હોવાનું સામે આવ્યું છે. પાટણથી અમેરિકા ગયેલો યુવાન પિતા સાથે વિડીયો કોલ પર વાત કરતા કરતા રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે સમયે પુરપાટ ઝડપે આવતી એક નહિ બે નહિ આશરે 14 જેટલી ગાડીઓ તેના પરથી પસાર થઈ ગઈ હતી. આમ 14 જેટલી ગાડીઓના ટાયર દર્શિલ પર ફરી વળતાં દર્શિલ થોડે સુધી ઢસડાઇને મોત ભેટ્યો..

દર્શિલ ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ફરવા ગયો હતો
અહેવાલ થકી મળતી માહિતી અનુસાર,પાટણમાં ટી.બી ત્રણ રસ્તા પાસે આવેલી શિવકૃપા સોસાયટીમાં રહેતા અને સરસ્વતી તાલુકાના ખોડાણા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકની ફરજ બજાવતા રમેશભાઇ ઠક્કરનો નાનો પુત્ર દર્શિલ ટુરિસ્ટ વિઝા પર 9 એપ્રિલ 2023ના રોજ અમેરિકા ફરવા ગયો હતો. જે 26 સપ્ટેમ્બરના રોજ પરત ફરવાનો હતો. પરંતુ પરત ફરે તે પહેલાં જ તેને અમેરિકામાં કાળનો ભેટો થઇ ગયો છે.દર્શિલ ઠક્કર 31 જૂલાઇના રોજ સાંજે અમેરિકાના હ્યુસ્ટન ટેક્સાસમાં વોકિંગ પર નીકળ્યો હતો. ત્યારે તે તેના મમ્મી પપ્પા સાથે વીડિયો કોલમાં વાતચીત કરતો હતો. આ દરમિયાન સિંગ્નલ બંધ હોવાથી દર્શિલને થયું રોડ ક્રોસ કરી લઉ. પણ દર્શિલ જેવો રોડ ક્રોસ કરવા ગયો કે, અચાનક સિગ્નલ ખુલી ગયું અને ચિત્તાની ઝડપે આવતી એક બે નહીં પણ 14 ગાડીઓ દર્શિલ પરથી નીકળી ગઇ. દર્શિલ કારની અડફેટે આવતા થોડેક દૂર સુધી ઢસડાયો હતો. જે બાદ તેનું મોત નીપજ્યું હતું.

પરિવારે મૃતદેહને ભારત લાવવા સરકારને રજૂઆત કરી
મહત્વનું છે કે,પાટણમાં રહેલા દર્શિલના પરિવારજનોને અકસ્માતની જાણ થતાં પરિવારે મૃતદેહને ભારત લાવવા માટે પી.એમ.ઓ, સી.એમ ભૂપેન્દ્ર પટેલ અને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતને રજૂઆત કરી હતી. સરકારનો સહકાર પણ મળ્યો હતો, પરંતું ત્યાના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે દર્શિલનો મૃતદેહ ભારત લઇ જવાની હાલતમાં નથી. જેથી હવે દર્શિલના અંતિમ સંસ્કાર અમેરિકામાં જ કરવામાં આવશે.

આ પણ વાંચો : પાટણ : “મારી માટી,મારો દેશ” થીમ અંતર્ગત થનાર ઉજવણીનાં અનુસંધાને બેઠક યોજાઈ 

Back to top button