ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતના ભાવનગર શહેરમાં ફેસબુક પર મિત્રતા કરવી યુવાનને ભારે પડી

  • યુવક રાત્રિના નવ કલાકે ફેસબુકથી બનેલા મિત્રના ઘરે ગયા હતા
  • યુવાનને ઘરે બોલાવી રૂ.5 હજારની બેલેન્સ ટ્રાન્સફર કરી લીધા
  • રજનીકાંત જાનીઓ પોલીસમાં ફરિયાદ કરી છે

આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાના સતત વધી રહેલાં ઉપયોગની સાથે ડિજિટલ છેતરપિંડી અને ઠગાઈના કિસ્સાઓ પણ વધી રહ્યાં છે. જેમાં ભાવનગર શહેરમાં જ બનેલાં આવા જ એક બનાવમાં ફેસબુકથી ફ્રેન્ડ બનેલા યુવાનને લૂંટી લેવાયો હતો.

યુવક રાત્રિના નવ કલાકે ફેસબુકથી બનેલા મિત્રના ઘરે ગયા હતા

શહેરના ગાયત્રીનગર શિવશક્તિ સોસાયટીમાં રહેતાં અને કર્મકાંડ કરતાં તથા હાલ શહેરના ભગાતળાવ સ્થિત ધનેશ્વર હનુમાનજી મંદિરના પૂજારી તરીકે સેવા આપતાં રજનીકાંત તરૂણભાઈ જાની નિત્યક્રમ પ્રમાણે રાત્રિના આઠેક કલાકે મંદિરે સેવાપૂજામાં હતા. તેવામાં ફેસબુક ફ્રેન્ડ બનેલાં અને શહેરના આખલોલ જકાતનાકા નજીક રહેતાં ઈશ્વર ઉર્ફે કાળુ બાબુભાઈ ગોરાવાએ ફોન કરી ઘરે મળવા બોલાવ્યા હતા. જેના પગલે યુવક રાત્રિના નવ કલાકે તેમના ઘરે ગયા હતા. જયાં બન્ને જાણે કે યુવક પર હુમલાની પૂર્વ તૈયારી કરી હોય ઈશ્વર ઉર્ફે કાળું અને તેની સાથે રહેલો તેનો મિત્ર હાથમાં છરી અને ધોકો લઈને ઉભા હતા.

પ્લાસ્ટિકની દોરી વડે બાંધી બંધક બનાવી લીધા હતા

યુવક ઘરમાં આવ્યા કે તુરંત બન્નેએ તેમના પર હુમલો કરી પ્લાસ્ટિકની દોરી વડે બાંધી બંધક બનાવી લીધા હતા. અને તેના ખિસ્સામાં રહેલાં રોકડા લૂંટી લીધા હતા. જો કે, આ સમયે હુમલાખોર ઈશ્વર વચ્ચે ઝપાઝપી થતાં યુવકને જમણાં હાથના પોચા પર છરીનો ઘા લાગી જતાં ઈજા થઈ હતી. બીજી તરફ, ઈશ્વરના મિત્રએ તેમને લોકડાના ધોકા વડે માર મારી ઈજોએ પહોચાડી હતી. અને મોબાઈલ ઝૂંટવી લીધો હતો. અને તેમાં ગુગલ પેથી યુવકના ખાતામાંથી રૂ.95 હજારની બેલેન્સ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા.

રજનીકાંત જાનીઓ પોલીસમાં ફરિયાદ કરી છે

જયારે આ મામલે કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી યુવકને બંધક હાલતમાં છોડીને બન્ને ઠગબાજ હુમલાખોર નાસી છૂય્યા હતા. જો કે, બંધક યુવકે બૂમાબૂમ કરતાં નજીકમાંથી એક બાર વર્ષનો અજાણ્યો બાળક ત્યાં આવ્યો હતો અને તેમને બંધનમુક્ત કર્યા હતા. બનાવ અંગે રજનીકાંત જાનીઓ પોલીસમાં ફરિયાદ કરી છે.

આ પણ વાંચો: નડિયાદમાં 17 વર્ષના કિશોરે પ્રેમજાળમાં ફસાવી 12 વર્ષની બાળા પર દુષ્કર્મ આચર્યું

Back to top button